મોજણીમાં પ્રાપ્ત માહિતીનો ઉપયોગ નીતિ ઘડતર - યોજનાકીય બાબતો માટે કરવાનો હોઈ નાગરિકોએ સહયોગ આપવા અનુરોધ*

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત ૭૯મી આવૃત્તીની ક્ષેત્રિય મોજણીનો દેશભરમાં જુલાઇ-૨૨ થી જૂન-૨૩ સુધી પ્રારંભ થયો છે. આ મોજણી અંતર્ગત ‘વ્યાપક વાર્ષિક આધુનિક મોજણી અને આયુષ સર્વે’ના વિષય માટે માહિતી એકત્રિત કરવામાં આવશે. 

આ ઉપરાંત મોજણીમાં ગુજરાત સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ પસંદ થયેલ ગામ તથા શહેરના વિસ્તારોની મુલાકાત કરશે. જે દરમિયાન ઘરે ઘરે જઇ નિયત થયેલ પત્રકમાં વિગતવાર માહિતી મેળવશે. આ કામગીરી રાષ્ટ્રીય કક્ષાની હોવાથી તથા મોજણીમાં મેળવવામાં આવનારી માહિતીનો ઉપયોગ નીતિ ઘડતર તથા યોજનાકીય બાબતોમાં થવાનો છે. આ સર્વેક્ષણ માટે જ્યારે પણ સંબંધિત કચેરીના પ્રતિનિધિઓ આપના ઘરની મુલાકાતે આવે ત્યારે રાજ્યના નાગરિકોએ પૂરતો સહયોગ આપવા અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિભાગના સંયુક્ત નિયામકશ્રીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી