Xiaomi Notebook Pro 120G અને Xiaomi Notebook Pro 120 લેપટોપ મોડલ ભારતીય બજારમાં કસ્ટમર માટે લોન્ચ કરવામાં આવ્યા છે. આ મોડલ્સ કંપની દ્વારા ગયા વર્ષે લોન્ચ કરાયેલ Xiaomi Mi Notebook Proના અપગ્રેડ વર્ઝન છે. તમને જણાવી દઈએ કે 120G મોડલ ઘણા સુધારાઓ અને નવા ફીચર્સથી ભરપૂર છે અને Notebook Pro 120ને ઈન્ટિગ્રેટેડ GPU સાથે લાવવામાં આવ્યું છે. ચાલો તમને બંને મોડલની કિંમતો અને ફીચર્સ વિશે જણાવીએ.

Xiaomi Notebook Pro 120G ફીચર્સ
ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, આ મોડેલમાં 14-ઇંચની સ્ક્રીન છે જે 2.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ આપે છે. તમને જણાવી દઈએ કે આ મોડલ 16:10 આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. ઉત્તમ ગ્રાફિક્સ માટે Nvidia GeForce MX550 GPUની સાથે આ લેપટોપમાં 12મી પેઢીના Intel Core i5 H સીરીઝના પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

લેપટોપમાં 16 GB સુધીની LPDDR5 RAM અને 512 GB PCle Gen4 SSD સ્ટોરેજ છે. બેટરી વિશે વાત કરીએ તો, આ મોડલમાં 56Whr બેટરી આપવામાં આવી છે, જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે આખો દિવસ ચાલે છે અને 100W ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો કસ્ટમરને આ મોડલ્સમાં બેકલીટ કીબોર્ડ, ફિંગરપ્રિન્ટ સેન્સર, ડ્યુઅલ સ્પીકર સેટઅપ, ડ્યુઅલ કૂલિંગ સિસ્ટમ, વાઈ-ફાઈ 6, એચડી વેબકેમ અને બ્લૂટૂથ વર્ઝન 5.2 જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટેના પોર્ટ વિશે વાત કરીએ તો, Type-C Thunderbolt v4 પોર્ટ, Type-C પોર્ટ, 3.5mm હેડફોન જેક અને USB Type-A પોર્ટ ચાર્જિંગ અને ડેટા ટ્રાન્સફર માટે આપવામાં આવ્યા છે.
કિંમત

Xiaomiના આ લેપટોપની કિંમત 74,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે Xiaomi Notebook Pro 120 ખરીદવા માટે 69,999 રૂપિયા ખર્ચવા પડશે. સેલ વિશે વાત કરીએ તો, બંને મોડલનું વેચાણ આવતા મહિને 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. કસ્ટમર કંપનીની ઓફિશિયલ સાઇટ સિવાય એમેઝોન પરથી આ મોડલ્સ ખરીદી શકાશે.