ગોધરા: સ્પે.પોકસો કોર્ટે ખરોડના બે હવસખોર આરોપીઓને બળાત્કાર ગુજારવાના આરોપ હેઠળ સજા ફટકારી..!!

ગોધરા સ્પે.પોકસો કોર્ટ દ્વારા ખરોડના બે હવસખોર આરોપીઓને સગીરા ઉપર બળાત્કાર ગુજારવાના આરોપ હેઠળ ૨૦ વર્ષની કેદની સજા ફટકારી..!!

    ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે સગીરા પર બળાત્કાર કરવાના ચકચારી પ્રકરણમાં ગોધરા કોર્ટે બે આરોપીઓને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૧૫ હજારનો દંડ ફટકારતો હુકમ ગોધરાની પોસ્કો કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જે કેસમાં ૧૪ સાક્ષીઓ અને કુલ ૨૫ થી વધુ રજુ કરવામાં આવેલા દસ્તાવેજો ને ધ્યાને લઈ કોર્ટે બન્ને આરોપીઓને સજા ફટકારતો હુકમ કર્યો હતો.... બનાવની વિગત એવી છે કે ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે સને -૨૦૧૮માં લગ્નપ્રસંગમાં ગયેલી સગીર કિશોરી શૌચક્રિયા કરવા જતી વેળાએ ગામના જ બે હવસખોરોએ તેની મરજી વિરૂધ્ધ બળજબરી પુર્વક બળાત્કાર કરતા આ ચકચાર કેસમાં પોલીસ મથકે ફરીયાદ નોંધાયા બાદ જે કેસ ગોધરાની પોસ્કો કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે કુલ ૧૪ જેટલા સાક્ષીઓ તપાસી અને કુલ ૨૫ જેટલા રજુ કરવામાં આવેલા દસ્તાવેજો ધ્યાને લઈ તા.૩૦' ઓગસ્ટના રોજ ફરીયાદ પક્ષના સરકારી વકીલ એમ.કે.દેશમુખની ધારદાર વિગતવારની દલીલોને ધ્યાનમાં લઈ પંચમહાલ જિલ્લાના પાંચમા એડિશનલ એન્ડ સેશન્સ જજશ્રી અને સ્પે.પોસ્કો કોર્ટના જજશ્રી એચ.પી.મહેતા નાઓએ આરોપી હરેશ અભેસિંગભાઈ બારીઆ અને પંકજ નરવતભાઈ બારીઆ બન્ને રહે,ખરોડનાઓને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ₹ ૧૫,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો વધુમાં પોસ્કો એકટની કલમ ૪ અને ૬ મુજબ બન્ને આરોપીને દશ-દશ વર્ષની સજા અને ₹ ૧૦ હજાર તથા ₹ ૧૫ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો અને ભોગ બનનારને ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ગોધરાનાઓએ ₹ ૬ લાખ વળતર પેટે ચુકવવાનો પણ હુકમ કર્યો હતો.!!