એશિયા કપ 2022ના ગ્રુપ સ્ટેજની મેચ 2 સપ્ટેમ્બરે સમાપ્ત થઇ જશે અને આ દિવસે ખબર પડશે કે કઇ બે ટીમ ટૂર્નામેન્ટની બહાર થશે. યૂએઇમાં રમાઇ રહેલા એશિયા કપમાં કુલ 6 ટીમ ભાગ લઇ રહી છે. બીજી તરફ કાલે ગુરૂવારે 1 સપ્ટેમ્બરે શ્રીલંકા અથવા બાંગ્લાદેશમાંથી કોઇ એક ટીમે એશિયા કપની 15મી સીઝનમાંથી બહાર થવુ પડશે કારણ કે અફઘાનિસ્તાનની ટીમે બન્ને ટીમને હરાવીને સુપર 4માં જગ્યા બનાવી લીધી છે અને હવે બન્ને ટીમ પાસે માત્ર એક જ તક છે.શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે દૂબઇમાં 1 સપ્ટેમ્બરે ગ્રુપ બીની અંતિમ મેચ રમાશે અને જે ટીમ જીતી જશે, તે સુપર 4માં પહોચી જશે અને જે ટીમ હારી જશે તેની સફર આ ટૂર્નામેન્ટમાં સમાપ્ત થઇ જશે. બીજી તરફ ગ્રુપ એની અંતિમ ટીમનો નિર્ણય 2 સપ્ટેમ્બરે થવાનો છે જ્યારે પાકિસ્તાન અને હૉંગકોંગ વચ્ચે મુકાબલો રમાશે. તે મેચ પણ લગભગ એવી હશે કે જે ટીમ જીતશે તે સુપર 4માં પહોચશે અને હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે.
અફઘાનિસ્તાનની ટીમ પાસે ભાગ્યે જ કોઇએ એવી આશા કરી હશે કે તે પ્રથમ શ્રીલંકા અને પછી બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવીને સુપર 4 માટે ક્વોલિફાઇ કરનારી પ્રથમ ટીમ બનશે. અફઘાનિસ્તાને એશિયા કપની પ્રથમ મેચમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યુ હતુ અને હવે મંગળવારે બાંગ્લાદેશને હરાવીને ટીમે સુપર 4માં જગ્યા બનાવી છે અને આ રીતે ટૂર્નામેન્ટ હવે વધુ રોમાંચક બનશે, કારણ કે અફઘાનિસ્તાનની ટીમ ભારત સામે પણ ટકરાઇ શકે છે.અફઘાનિસ્તાન સુપર 4માં પહોચ્યુબાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મોસદ્દેક હુસૈને સૌથી વધુ અણનમ 48 રન બનાવ્યા હતા જ્યારે મહમદુલ્લાહે 25 રનની ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહમાન અને રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી.બાંગ્લાદેશના પડકારનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાને 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 131 રન બનાવીને પડકારને મેળવી લીધો હતો. અફઘાનિસ્તાન તરફથી નજીબુલ્લાહ જાદરાને આક્રમક રમત રમી હતી. અફઘાનિસ્તાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા સ્પિનર મુજીબ ઉર રહમાનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.