સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકો એટલે શાકભાજીમાં અગ્રેસર. પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના ૫૫ વર્ષીય હસમુખભાઈ પટેલે પોતાની આગવી કોઠાસૂઝથી શાકભાજીની ખેતીમાં કાઠું કાઢ્યું છે. હસમુખભાઈ કેમેસ્ટ્રીના વિષય માં સ્નાતકની પદવી મેળવી છે. તેઓ એક ખેડૂત તરીકે ખૂબ જ સારી ખેતી કરે છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે ખેડૂતો માટે એક નવો રાહ ચીંધ્યો છે.
હસમુખભાઈ જણાવે છે કે, તેઓ ૨૫ વીઘામાં શાકભાજીની ખેતી કરે છે. જેમાં તેમની પોતાની જમીન અને બીજા લોકો પાસેથી ભાડા પેટે રાખીને ખેતી કરે છે. હાલમાં વેલાવાળી શાકભાજી ના માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે છે. તેમણે માંડવા બાંધવા માટે ટેકા અને તાર માટે એક વાર ખર્ચ કરવો પડે છે, જે લગભગ ૫ વર્ષ સુધી તો ચાલે જ છે. જેમાં ટામેટી, દુધી, કાકડી, કંકોડા જેવી વેલાવાળી શાકભાજી સાથે ડ્રાફ્ટીંગ રીંગણ, વટાણા, મૂળા અને ફુલાવરની ખેતી કરે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, આ વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. જેના થકી ખૂબ જ સારી આવક મળે છે. આ વખતે તેમને ૬ વીઘા જમીનમાં ટામેટી, એક વીઘામાં રીંગણ, બે વીઘામાં કારેલી, એક વીઘામાં દૂધી, એક વીઘામાં કાકડી, આ સિવાય અડધો વીઘા જમીનમાં કંકોડા વાવ્યા છે. ટૂંક સમયમાં ડ્રાફ્ટિંગ રીંગણ, ચાર વિઘા જમીનમાં ફુલાવર, એક વીઘામાં વટાણા,મૂળા જેવા વિવિધ શાકભાજી કરવાના છે.
હાલમાં તેઓ પ્રાયોગીક ધોરણે અડધો વીઘા જમીનમાં કંકોડાની માંડવા પદ્ધતિથી ખેતી કરી છે. જેમાં આંતરા દિવસે ૨૦ થી ૨૫ કિલો કંકોડા નીકળે છે. તેઓ હોલસેલ ભાવમાં ₹100 કિલો કંકોડાનું વેચાણ કરે છે. આ સિવાય તેઓ જણાવે છે કે ત્રણ વીઘા જે ડ્રાફ્ટિંગ રીંગણ કરવાના છે તેનુ લગભગ આ વખતે તેમને ૨૬00 મણ જેટલો ઉતારો મળશે
ટામેટા માંથી ગયા વર્ષે દસ લાખના ટામેટા નું વેચાણ કર્યું હતું. પાછલા વર્ષે તેમણે ૧૫ વીઘા શાકભાજી કરી હતી. જેમાંથી ૧૫ લાખનું વેચાણ કર્યું હતું. પ્રથમ વખત માંડવો અને બીજા બધા ખર્ચ કાઢતા તેમણે સાતથી આઠ લાખનો નફો થયો હતો. આ વર્ષે નફાનું પ્રમાણ વધુ રહેશે કારણ કે આ વર્ષે માંડવા નો ખર્ચ નહીં થાય.
હસમુખભાઇ જણાવે છે કે,આ સંપૂર્ણ ખેતી તેઓ ડ્રીપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી કરે છે. જેથી પાણીનો વ્યય ના થાય અને છોડને જરૂર મુજબનું પાણી મળી રહે તથા છોડમાં લાંબો સમય ભેજ ટકી રહે તે માટે મલ્ચિંગ ખૂબ જ સારો વિકલ્પ છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી પદ્ધતિસરની ખેતી કરવામાં પાણીનો બચાવ થાય છે જે લાંબા ગાળે ખૂબ જ મહત્વનો સાબિત થાય તેમ છે. હાલમાં વડાપ્રધાન શ્રી દ્વારા જળસંચય અને જળ સંરક્ષણ ની જે વાતો કરવામાં આવી રહી છે. તેનો મુખ્ય લાભ ખેડૂતોને જ થવાનો છે. કારણ કે પાણીની સૌથી વધુ જરૂર ખેતીમાં પડતી હોય છે. ખેડૂત માટે પાણી સૌથી મહત્વનો મુદ્દો છે. પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાથી જમીન બિન ઉપજાવ થવાનો સંભવ રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રીદામા મિત્રા ઉર્ફે અંજલી અવસ્થી અને શૈલેષ લોઢા ઉર્ફે રમેશ પટેલ સ્ટાર પ્લસ શોના એડવોકેટ અંજલી અવસ્થી અમદાવાદ શહેરમાં નવરાત્રીના તહેવારની ઉજવણી કરે છે! શ્રીતામા મિત્રાએ પોતાનો ઉત્સાહ શેર કર્યો!
સ્ટાર પ્લસ એક અન્વેષિત પ્રદેશમાં સાહસ કર્યું છે અને પ્રેક્ષકો માટે શ્રીતામા મિત્રા (એડવોકેટ અંજલિ...
मुंबई - गोवा महामार्गासाठी कोकणवासीय आक्रमक भूमिका; थेट मंत्रालयासह वर्षा बंगल्यासमोर करनार आंदोलन
मुंबई-गोवा महामार्गाच्या रखडलेल्या कामासाठी आता कोकणवासीय चाकरमानी मुंबईत एकवटले आहेत. जनआक्रोश...
भगवंत मान ने खुलेआम संवैधानिक मर्यादाओं का उल्लंघन कर भारत रत्न बाबा साहब भीमराव अंबेडकर को शर्मसार किया है : चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुग ने आज पंजाब के मुख्यमंत्री भगवंत मान को राज्यपाल जैसे...
शेतकऱ्यांना भूसंपादन मावेजा देण्याचे न्यायालयाचे आदेश
शेतकऱ्यांना भूसंपादन मावेजा देण्याचे न्यायालयाचे आदेश
શિહોરના ગોતમેશ્વર રોડ ઉપર ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો
શિહોરના ગોતમેશ્વર રોડ ઉપર આવેલા દીપડીયા ડુંગર ઉપર આજે વહેલી સવારે ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો...