Appleનો iPhone 14 લોન્ચ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ટેક શોખીનો લાંબા સમયથી આ ઈવેન્ટની રાહ જોઈને બેઠા છે. કંપની આ લોન્ચ ઈવેન્ટના ઈન્વીટેશન પણ મોકલી ચૂકી છે. ત્યારે રોજે રોજ નવા Apple iPhone 14 સિરીઝ વિશે કંઈને કંઈ ચર્ચાઓ થતી રહે છે. 7 સપ્ટેમ્બરે જ્યારે Apple iPhone 14 લોન્ચ થશે, ત્યાં સુધી આ નવા લોન્ચ થનારા સ્માર્ટ ફોન વિશે આ જ રીતે માહિતી સામે આવ્યા કરશે.
 
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ Apple લેટેસ્ટ iPhone 14માં સેટેલાઈટ કનેક્ટિવિટી આપી શકે છે. આ સેટેલાઈટ કનેક્ટિવિટીનો ઉપયોગ યુઝર્સ ઈમરજન્સીમાં કરી શક્શે. આફતવાળી સ્થિતિમાં યુઝર્સ જો મુશ્કેલીમાં હશે અને નેટવર્ક નહીં હોય તો પણ સેટેલાઈટ કનેક્ટિવિટીને કારણે તેઓ SOS ટેક્સ્ટ મેસેજ મોકલી શક્શે.