કોડીનાર તાલુકા ના ડોળાસા નજીક ના વેળવl ગામે ડ્રાઈવરજન માં માસ મોટા ખાડાઓ માં સમતુલન નહિ જાળવી શકતા ટોરસ ,,( મોટો ટ્રક) પલટી ગયો હતો.

          અડવી થી વેળવl ગામ સુધી આમ તો સી.સી .રોડ બની ગયો છે.પણ આ રોડ પણ રોડ પૂરો થતાં વેળવl થી માલગામ સુધી નો રોડ તદન બિસ્માર અવસ્થા માં છે.વેરાવળ થી મચ્છી ભરેલી ટોરસ અહી થી મોડી રાત્રે પસાર થઈ રહેલ ત્યારે વેળવl ના ડ્રાઈવરજન માં મોટા મોટા ખાડા માં થી પસાર થઈ રહેલ ત્યારેજ ચાલકે બેલેન્સ ગુમાવતા આ ટોરસ નંબર GJ 12 AY 4514 ધડાકા સાથે પલટી મારી ગયો હતો.અવાજ એટલો મોટો હતો કે અવાજ ( ધડાકો ) સાંભળી ઘર માં સૂતેલા લોકો જાગી ગયા હતા.

 નેશનલ હાઈવે ના અધિકારીઓ હજુ પણ આ રોડ બાબતે સરેઆમ લાપરવાહી દાખવી રહ્યા છે.ડોળાસા માલગામ રોડ ઉપર દરરોજ નાના નાના અકસ્માતો સર્જાઈ રહ્યા છે.આમ છતાં આ રોડ ની મરામત કરવાની તસ્દી લેવાતી નથી..શું નેશનાલ હાઈવે ઓથોરિટી કોઈ મોટો જીવલેણ અક્સ્માત સર્જાય તેની રાહ જુવે છે ?...