શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસંજન કૃત્રિમ તળાવોમાં કરવા બાબત

સુરત શહેરમાં આગામી શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે સ્થાપિત કરવામાં આવતી પ્રતિમાઓ પૈકી

પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.) માંથી બનાવેલ પાંચ ફુટ સુધીની પ્રતિમાઓને, એન્વાયરોમેન્ટ

(પ્રોટેક્શન) એકટ ૧૯૮૬ ની કલમ ૫ હેઠળ ગુજરાત રાજયનાં વન અને પર્યાવણ વિભાગનાં

તા. ૧૨/૦૭/૨૦૧૧ નાં ડાયરેક્શન તેમજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (પ્રિન્સીપાલ બેચ) નવી દિલ્હીના

તા.૦૯/૦૫/૨૦૧૪ નાં હુકમ મુજબ તેમજ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માર્ગદર્શિકા મુજબ

પર્યાવરણનાં રક્ષણ માટે આગામી તા.૩૧/૦૮/૨૦૨૨ થી તા.૦૯/૦૯ ૨૦૨૨ સુધીના શ્રી ગણેશ ઉત્સવ

નિમિત્તે થનાર પાંચ ફુટ કે તેથી ઓછી ઉંચાઈ ધરાવતી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કુદરતી

જળાશયોમાં નહી કરતાં નીચે જણાવેલ સુરત મહાનગરપાલિકા તરફથી આયોજન કરવામાં આવેલ

૧૯(ઓગણીશ) કૃત્રિમ તળાવો (આર્ટીફીશીયલ પોન્ડ) માં કરવા તેમજ પાંચ ફુટથી વધુ ઉંચાઈ ધરાવતી

શ્રી ગણેશજીની પ્રતિમાઓને AM/NS જેટી, હજીરા ખાતે વિસર્જીત કરવાની રહેશે.

સુરત શહેરનાં તમામ શ્રીગણેશ ઉત્સવ આયોજકોને આથી જાહેર અપીલ કરવામાં આવે છે કે,

તાપી નદી અને દરિયામાં થતા પ્રદુષણને અટકાવવા તેમજ પર્યાવરણનાં રક્ષણ માટે શ્રી ગણેરાજીની

પ્રતિમાઓનું મંડપ/ઘરમાં વિસર્જન થાય તે મુજબ ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવા તેમજ પાંચ ફુટ

કે તેથી ઓછી ઉંચાઈ ધરાવતી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિર્સજન ઉપર જણાવેલ કૃત્રિમ તળાવોમાં

તેમજ પાંચ ફુટથી વધુ ઉંચાઈ ધરાવતી પ્રતિમાઓને AM/NS જેટી, હજીરા ખાતે વિસર્જીત કરવા

અપીલ કરવામાં આવી.