સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને સુરેન્દ્રનગર યુનિટમાં નવનિયુક્ત હોમગાર્ડ જવાનોની ટ્રેનીંગ પુર્ણ થતાં દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૨૫૫ યુવક યુવતિઆેએ ટ્રેનીંગ પુર્ણ કરી આગામી સમયમાં દેશસેવામાં જોડાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહીતના યુનિટમાં નવા હોમગાર્ડ જવાનોની ભરતીનું આયોજ હાથ ધરાયું હતુ. જેમાં હાલ ૨૫૫ ઉમેદવારોને પસંદ કરિ તેમને સુરેન્દ્રનગર જિલ્લા હેડક્વાર્ટર ખાતે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો સમયગાળો પૂર્ણ થતાં દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સુરેન્દ્રનગર જીલ્લા હોમગાર્ડ કમાન્ડર ભુપેન્દ્રભાઈ પટેલ, સહીતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. અને મહિલા ઉમેદવારોને ટ્રેનીંગ આપવા ખાસ મહિલા અધિકારીની પણ નિમણૂંક કરાઇ હતી. આ ટ્રેનીંગનો કાર્યકાળ પુર્ણ થતાં આગામી સમયમાં આ હોમગાર્ડ જવાનો પોલીસ જવાનો સાથે ખભેખભો મિલાવી દેશની સુરક્ષા કરવા માટે કટીબધ્ધતા દર્શાવી હતી.અને દેશ તેમજ સમાજની સુરક્ષા માટે બનતા તમામ પ્રયત્નો કરવાનો સંકલ્પ કર્યો હતો.