સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગ્રંધામાં આવેલા ગજરણવાવમાં એક ખેતરમાં બોરવેલનું કામ ચાલતુ હતુ તે દરમિયાન એક 12 વર્ષની બાળકી રમતા- રમતા બોરવેલમાં ખાબકી હતી બોરવેલ ખાબકવાની ઘટનાની જાણ ગ્રામજનોને થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ બાબાતની જાણ ગામના સરપંચે મામલતદારને કરી હતી જેને લઇ આરોગ્ય વિભાગ તેમજ રેસ્કયુ માટે સેનાની બે ટુકડી સાધનસમ્રાગી સાથે દોડી આવી હતી 400 ફૂટ ઉડાં બોરવેલમાં 60 ફૂટ પર બાળકી ફસાઇ હતી જેને લઇ હાલ આરોગ્ય વિભાગ તેમજ સેનાની ટીમ દ્રારા દોરડા દ્રારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે
પ્રાથમિક તપાસમાં બાળકીનું નામ મનીષા હોવાનુ સામે આવ્યુ છે અને મનીષાને હાલ તો ઓકસિજન આપાવમાં આવી રહ્યો છે અને તેમજ આરોગ્ય વિભાગની નર્સ દ્રારા સતત બાળકી જોડે વાર્તલાપ કરવામાં આવી રહ્યો છે ભૂતકાળમાં પણ રાજ્યના જુદા -જુદા જિલ્લાઓમાંથી બોરવેલમાં પડવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે અને રેસ્કયુ ટીમ દ્રારા ઓપરેશન પાર પાડવામાં સફળતા પણ મળી છે
હાલતો ઘટના પગલે પોલીસના ઉચ્ચઅધિકારીઓ, સેના જવાનો ,આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે કાર્ય કરી રહી છે ભારે જહેમત બાદ સેનાની ટીમ અને આરોગ્ય વિભાદની ટીમ દ્રારા સફળતાપૂર્વક મનીષા બહાર કાઢાઇ જેને લઇ ગ્રામજનોએ તાળીના ગડગડાટથી સેનાને વધાવ્યો હતો અને ગામમાં ખુશીનું મોજું ફરી વળ્ય છે હાલ બાળકીને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી છે