મહુધા નગરપાલિકા દ્વારા મહુધા નગરમાં આવેલ જુદા જુદા વિસ્તારોમાં 1.18 કરોડનાં વિકાસલક્ષી કામો માં રણછોડજી મંદિર થી મામલતદાર કચેરી મુખ્ય દરવાજા સુધી પહોંચી પેવર બ્લોક નું કામ , ડાકોર રોડ વોટર વર્કસ ખાતે પેવર બ્લોક તથા ખુટતી કમ્પાઉન્ડ વોલ , રણછોડજી મંદીરથી મામલતદાર કચેરી સુધી પી.વી.સી પાઈપ લાઈન નું કામ , પટેલ ખડકી ટોઈલેટ થી મામલતદાર કચેરી પાસેનાં મેઈન ગેટ સુધી સી.સી.રોડનું કામ , લાલા પાનની દુકાન થી કાજી ની દુકાન સુધી સી.સી.રોડનું કામ , મહુધા બસ સ્ટેશન પાસે ઈરાની હોટલ થી સિંધાલી વાટ તરફ વોટર વર્કસ નાં બોર સુધી સી.સી.રોડ ,ફીણાવ ભાગોળ કોમ્યુનિટી હોલ પાસે પેવર બ્લોક નું કામ , ડડુસર રોડ પર ફિલ્ટર પ્લાન્ટ થી અજુ સૈયદ કબ્રસ્તાન ગેટ સુધી સી.સી.રસ્તો , પોલીસ સ્ટેશન હદની બહાર કોટ લીમડા પાસેનો રસ્તો ( ખુટતી કડી ) , બજાર કોર્પોરેશન બેન્ક પાસે પેવર બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહુધા નગરપાલિકા ઉપ પ્રમુખ સાહિદ ખાન પઠાણ (એડવોકેટ) , કારોબારી ચેરમેન નાયદા બાનું કાજી , મહુધા નગરપાલિકા સભ્ય સૈયદ સોહેબભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં