ફતેપુરા નગરમાં ખાડાનું સામ્રાજ્ય જ્યાં જુએ ત્યાં ખાડા જ ખાડા
રસ્તા પર પડેલા ખાડાને કારણે અકસ્માત થવાની ભીતિ લોકો થયા પરેશાન
ફતેપુરા નગરમાં ઠેર ઠેર જગ્યાએ ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે ખાડાના કારણે વારંવાર રાહદારી તેમજ વાહન ચાલકોને પડી જવા ના બનાવો મોટા પ્રમાણમાં બની રહ્યા છે ફતેપુરા તાલુકામાં વિવિધ વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણીના કારણે તૂટી જવાથી ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ પડી ગયા છે મોટા પ્રમાણમાં આ ખાડાઓ ઉપરથી સરકારી અધિકારીઓ અવરજવર કરતા હોય છે ત્યારે શું આ અધિકારીઓને ખાડા જોવાતા ન હોય ,? કે પછી આખા આડા કાન કરતા હશે કે જોવાતું ના હશે તેવા વેધક સવાલ સાથે આ ખાડાઓ તાત્કાલિક રીપેરીંગ કરી પેચવર્ક કરવામાં આવે અથવા તો નવીન રસ્તો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે ખાસ કરીને ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર તાલુકા પંચાયત કચેરીના આગળનો વિસ્તાર તેમજ છાલોર રોડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાડાઓ પડી જવા પામ્યા છે ત્યારે આ ખાડાઓના કારણે અવરજવર કરવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અત્યારે આ ખાડાનું રીપેરીંગ કરવામાં આવે ઉપરાંત રસ્તામાં પડેલા ખાડા ના કારણે રસ્તા ઉપર ગટરનો ગંદુ પાણી વહેતું હોવાથી ખાડાઓમાં ગંદુ પાણી ભરાઈ રહે છે જેના કારણે ગંદકીનો સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે ત્યારે આ પારાવાર મુશ્કેલીઓ નુ નિરાકરણ તાત્કાલિક ધોરણે આવે તેવી લોક માંગ ઉઠી છે