કૉલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજ્યની અનોખી પહેલ એવા ઇ-એફ.આઈ.આર એપ વિષયક માહિતી છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો તેન સરળતાથી ઉપયોગ કરી શકે એ માટે સરકાર અને જાગૃત લોકો દ્વારા જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ.આર્ટ્સ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજ, કપડવંજમાં ખેડા જિલ્લા પોલીસ દ્વારા ઈ-એફઆઈઆર અંગે કેમ્પઈન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા નડિયાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બિમલ બાજપાઈ એ ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, "હવેથી વાહનચોરી અને મોબાઈલ ચોરી અંગે આગળીના વેઢે એફ.આઈ.આર થઈ શકે છે. જેના માટે પોલીસ મથકે આવવાની જરૂર નહીં રહે અને અડતાલીસ કલાકમાં પોલીસ એની કાર્યવાહી કરી શકે. આ પ્રસંગે કપડવંજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મોનિકાબેન પટેલ મામલતદાર જય પટેલ સાહેબ, ચીફ ઓફિસર રતાણી સાહેબ " ઉપરાંત, વિદ્યાર્થીઓને આ પહેલ વિષયક કોઈ સવાલ હોય તો તેના માટે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. જેથી વધારે જાણકારી મેળવી શકે. આમ જનતામાં આ બાબતે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ સુંદર આયોજન કપડવંજ ટાઉન પી.આઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલ..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं