પોલીસ કર્મચારીઓના ભથ્થામાં વધારા મુદ્દે સરકારે જીઆર જાહેર કર્યો છે. જેથી પોલીસ કર્મીઓને આ પગાર વધારાનો લાભ મળશે. જેથી પોલીસ કર્મીઓના પગારમાં 1 ઓગષ્ટની જોગવાઈ મુજબ પગાર વધારો કરવામાં આવ્યો છે.

અગાઉ પગાર વધારાને લઈને પોલીસ કર્મીઓમાં ભારોભાર નારાજગી હતી અને થાળી વેલણ સાથે મોટો વિરોધ પણ રાજ્યમાં કર્મચારીઓના પરીવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે સરકારે 550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. ત્યારે સરકારે જાહેરાત કર્યા બાદ પોલીસ કર્મીઓને આ મહિને વધારો મળશે. 

એલ.આર.ડી.ના માસિક પગારમાં 3500, પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર 4000 રૂપિયા જ્યારે હેડ કોન્સ્ટેબલના માસિક પગારમાં 4500 રૂપિયાનો વધારો થશે. આ ઉપરાંત એ.એએસ.આઈ. ના માસિક પગારમાં 5000 રૂપિયાનો વધારો કરાયો છે. આમ ધારા ધોરણ મુજબ પગારમાં વધારો કરવામાં આવ્યો છે. ગત સપ્તાહમાં પોલીસ કર્મીઓના પગાર વધારવા મામલે જીઆર ના કરાતા કર્મીઓમાં ભારોભાર ચિંતા પણ હતી પરંતુ જીઆર થતા તેમના માટે આ પોલીસ બેડા માટે ખુશીના સમાચાર છે. 

વાર્ષિક પગારમાં આ પ્રકારે ફેરફાર થયો 

ASIના વાર્ષિક પગારમાં 64,740 નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ASIનો વાર્ષિક પગાર 5,19,354 જેટલો હતો હવે વધારા બાદ ASIનો વાર્ષિક પગાર 5,84,094 થયો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4,95,394 થયો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો કરાયો છે. અગાઉ પોલીસ હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,36,654 હતો. પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર રૂપિયા 52 હજાર 740 વધારવામાં આવ્યો છે. અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 3 લાખ 63 હજાર 660 હતો જ્યારે વધારા બાદ પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,16,400 થયો છે. ફિક્સ પગારદાર એલઆરડી એએસઆઈનો વાર્ષિક પગાર 96 હજાર 150 વધ્યો છે. અગાઉ એલઆરડી એ.એસ.આઈનો વાર્ષિક પગાર 2,51,100 હતો હવે વધારા બાદ વાર્ષિક પગાર 3,47,250 થયો છે.