કમિશનલ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-ગાંધીનગર અને યુવા વિકાસ અધિકારી રમતગમત કચેરી-ગીર સોમનાથ આયોજિત સુત્રાપાડા તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ તા-૨૭-૦૮-૨૦૨૨ ના રોજ ડો.ભરત બારડ શૈક્ષણિક સંકુલ-સુત્રાપાડા ખાતે યોજાયો હતો.
આ યુવા ઉત્સવમાં અતિથીગણ તરીકે સુત્રાપાડા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તથા નગર પાલિકા સુત્રાપાડા ના સદસ્ય અજયભાઈ બારડ,શાળાના આચાર્ય જોષીભાઈ,ગીર સોમનાથ જિલ્લા મા.શિ.સં.ના પ્રમુખ હરેશભાઈ મોરી તેમજ સ્વજન ગ્રૂપના પ્રમુખ આનંદપરા ભાઈ તથા કાશમીરાબેન ખાશ ઉપસ્થિત રહ્યા હતા.
આ યુવા ઉત્સવમાં સુત્રાપાડા તાલુકાનાં સ્પર્ધકોએ પોતાનામાં રહેલી આગવી પ્રતિભાને પોતાની કાર્યશૈલી થી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજનનું સંચાલન યુવા ઉત્સવ કન્વીનર પિયુષભાઈ કાછેલા દ્વારા કરવામાં આવ્યું હતું.