સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરથાણા નેચર પાર્કમાં બે દિવસ બાદ પ્રવાસીઓ સિંહના બચ્ચા પણ જોઈ શકશે. સિંહણની જોડીના ત્રણ બચ્ચાને રસીકરણ બાદ ખુલ્લામાં છોડવામાં આવશે. સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં સિંહણની જોડીમાંથી ત્રણ બચ્ચાનો જન્મ થયો હતો. નેચર પાર્કના કર્મચારીઓ સીસીટીવી કેમેરાની મદદથી બચ્ચા પર સતત નજર રાખી રહ્યા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બુધવારથી લોકો આ બચ્ચાને સિંહણ સાથે ખુલ્લામાં જોઈ શકશે.બચ્ચાની સંભાળ બાદ જરૂરી દવા અને રસીકરણ પણ કરવામાં આવ્યું હતું. આજે 88 દિવસ બાદ આ ત્રણ બચ્ચાને સિંહણની સાથે ખુલ્લામાં ટ્રાયલ માટે રાખવામાં આવ્યા છે. સરથાણા નેચર પાર્કમાં આજે રજા છે જેના કારણે થોડા સમય માટે બચ્ચા અજમાયશમાં મુકાયા હતા. આવતીકાલે બાકીના સિંહના બચ્ચાઓને રસી આપવામાં આવશે. જે બાદ બુધવારથી લોકો આ બચ્ચાને સિંહણ સાથે ખુલ્લામાં જોઈ શકશે.