સુરેન્દ્રનગર શહેરનાં મેળાનાં મેદાનમાં દર રવિવારે ગુર્જરી બજાર ભરાય છે. તંત્ર દ્વારા મેળાના મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાનો નિર્ણય લેવાતા લારી- પાથરણાવાળા નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવાશે તેવી રજુઆત પાલિકાને કરવામા આવી છે અને આ મામલે ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચિમકી આપી છે.ગુર્જરી બજારનાં નાના ધંધાર્થીઓ દ્વારા કરાયેલી આ રજુઆતમાં જણાવાયુ છેકે,છેલ્લા ઘણા વર્ષોથી મેળાના મેદાન ખાતે દર રવિવારે ગુર્જરી બજાર છે તેમાં અમો જુના નવા કપડા તથા કાપડ, અન્ય મટીરીયલને લગતો ધંધો પાથરણા પાથરીને કરીએ છીએ અને જે ૫રિવાર આવક થાય તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ એ સિવાય અન્ય કાંઈ આવકનું સાધન નથી. મેળાના મેદાનમાં હાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બની રહ્યુ છે અને તેના કારણે મેળાના મેદાનમાં રવિવારના રોજ ધંધો કરતો ૫૦૦થી ૭૦૦ લોકો ધંધા વગરનાં થઈ જશે. એમ જણાવી આ અંગે યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવાયુ છે.
મેળાના મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાનો નિર્ણય લેવાતા લારી- પાથરણાવાળા નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવાશે તેવી રજુઆત પાલિકાને કરવામા આવી છે
