ભાજપની યુવા સંમેલન યોજવાની ચૂંટણી પહેલા તૈયારીઓ છે ત્યારે આ યુવા સંમેલનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે છે. યુવાનોને સંબોધન વડાપ્રધાન કરે તેવી શક્યતાઓ છે. ચૂંટણી પહેલા યુવાનોનું સંમેલન ભાજપ માટે મહત્વનું રહેશે.ખાસ કરીને પીએમ મોદી યુવા સંમેલનમાં અનેક મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી પણ શક્યતાઓ છે. ચૂંટણી પહેલા વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવી શકે છે. વિકાસની ગતિ તેજ કરવાને લઈને અગાઉ સૂચનો પણ કરાયા છે. ત્યારે આ અંતર્ગત ગુજરાતમાં એક પછી એક લોકાર્પણ થઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં મોટી સંખ્યામાં લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા યુવા સંમેલન યોજાય તેવી શક્યતાઓ છે. આ યુવા સંમેલનમાં 1 લાખ જેટલા યુવાનોને સંમેલનમાં સામેલ કરવામાં આવી શકે છે. ખાસ કરીને બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુજરાત પ્રવાસ દરમિયાન ગઈકાલે રવિવારના રોજ ભાજપની પ્રદેશ કોર કમિટીના સભ્યો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. ત્યારે આજે સૂત્રો પાસેથી આ પ્રકારની વિગતો સામે આલી રહી છે. જેમાં ભાજપે આ સંમેલનની તૈયારીઓ પણ શરુ કરી હોવાની વિગતો મળી રહી છે.