આમ આદમી પાર્ટીએ સંગઠનના ચોથા માળખાંની યાદી બહાર પાડી છે. આપએ ચોથા માળખાંમાં 2100 જેટલા કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ માટે નિયુક્તિ આપી. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થઇ રહ્યું છે અને દિવસે દિવસે ચૂંટણી લક્ષી કાર્યો માટે ખૂબ જ મહેનત કરી રહ્યું છે. એના અનુસંધાને આજે અમે 2100 જેટલા સાથીઓને અલગ અલગ જવાબદારીઓ માટે નિયુક્તિ આપી છે. જે નવા મહત્વના સાથીઓ હમણાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અલગ અલગ તબક્કાનું પ્રતિનિધિત્વ કરતા સાથીઓને પણ આ નવા માળખાંમાં જવાબદારીઓ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટી સાથે હમણાં જ દક્ષિણ બજરંગી જે NTDNT કૉમ્યૂનિટીમાંથી આવે છે અને તેમના અધિકારો માટે લડતા આવ્યા છે. એવા દક્ષિણભાઈને આમ આદમી પાર્ટીના NTDNT વિંગના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે. સાથે સાથે અરવિંદભાઈ ગામીત જે દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટા સહકારી આગેવાન છે, સુમુલ ડેરી સાથે એમણે ખૂબ સેવાઓ આપી છે. અરવિંદભાઈ ગામીતને આમ આદમી પાર્ટીના કોપરેટીવ વિંગના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે. તેની સાથે જ અમારા સાથી ભાવેશભાઈ પટેલને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના જે પણ કાર્યક્રમો થવાના છે તેના માટે તેમણે ઇવેન્ટ ઇન્ચાર્જની જવાબદારી આપવામાં આવી છે.

ધારશીભાઈ બેરડીયા જે ખૂબ મોટા પ્રખ્યાત કોમેડિયન છે, જે ઇન્ડિયાસ લાફ્ટર ચેલેન્જમાં સમગ્ર દેશમાં ખૂબ જ પ્રખ્યાત થયા હતા એવા ધારશીભાઈ બેરડીયાને આમ આદમી પાર્ટીના સંગઠનમાં સહમંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે. સાથે સાથે વડોદરામાં સામાજિક કાર્યકર અને ખૂબ નામ મેળવેલ યુવા સાથી સ્વેજલ વ્યાસને વડોદરા શહેરની અંદર યુથ પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે.આ સાથે જ આમ આદમી પાર્ટીનું જે સોશિયલ મીડિયા સંગઠન છે તેમાં પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના સ્ટેટ ઇન્ચાર્જ તરીકે અમારા જૂના સાથી સફીન હસનને જવાબદારી આપવામાં આવી છે.

સાથે સાથે દિવ્યેશભાઈ હિરપરા સ્ટેટના સોશિયલ મીડિયા કોર્ડીનેટર તરીકે જવાબદારી આપવામાં આવી છે. અનિલભાઈ પટેલ કો-ઈન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવશે. અને તેમની સાથે કુલ 1111 જેટલા સોશિયલ મીડિયા વોરિયર્સ સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની વિચારધારા પહોચાડવા માટે કાર્યરત રહેશે. આ તમામ સાથીઓ જેણે જવાબદારી સોંપવામાં આવી છે તે સૌને આમ આદમી પાર્ટીના પરિવાર તરફથી અભિનંદન પાઠવું છું.