મેક્રોની સલાડ એક એવી રેસિપી છે જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. આ સાથે જ આ સલાડ હેલ્ધી પણ બહુ હોય છે. આ સલાડ ફ્રૂટ અને મેક્રોનીને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ભોજનની સાથે તમે સાઇડમાં આ સલાડ ખાઇ શકો છો. આમ, જો તમે હેલ્થ કોન્શિયસ છો તો તમારા ડાયટમાં અચુક આ સલાડ એડ કરવો જોઇએ. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મેક્રોની સલાડ.

સામગ્રી
1 કપ દાડમ
1 કપ સફરજન
1 ખીરા
1 કપ પનીર
સ્વાદાનુંસાર મીઠું
કાળા મરી પાવડર
ફ્રેશ ક્રીમ
બનાવવાની રીત

મેક્રોની સલાડ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં પાણીને ઉકાળવા માટે મુકો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં મેક્રોની એડ કરો.
મેક્રોની એડ કરી લીધા પછી એમાં એક ચમચી તેલ નાંખી દો જેથી કરીને મેક્રોની છૂટી થાય અને એકબીજાને ચોંટે નહિં.
ત્યારબાદ આ મેક્રોનીમાં જરૂર મુજબ મીઠું એડ કરો.
હવે સફરજન અને ખીરાને કટ કરી લો અને દાડમમાંથી દાણા છુટ્ટા કરીને એક પ્લેટમાં લઇ લો.
ત્યારબાદ પનીર લો અને એના કટકા કરીને એક પ્લેટમાં લઇ લો.
હવે મેક્રોનીને ચેક કરી લો કે મેક્રોની બફાઇ ગઇ કે નહિં. જો કાચી લાગે તો થોડીવાર માટે થવા દો.
મેક્રોની થઇ જાય એટલે એક બાઉલમાં લઇ લો.
આ મેક્રોનીમાં કટ કરેલા સફરજન, ખીરા, દાડમ અને પનીર એડ કરો અને બરાબર મિક્સ કરી .
આ બધી પ્રોસેસ થઇ જાય પછી ઉપરથી ફ્રેશ ક્રીમ નાંખો. બને ત્યાં સુધી ક્રીમ એકદમ ફ્રેશ લેજો. બે-ત્રણ દિવસનું પડેલું ક્રીમ લેશો તો ટેસ્ટ થોડો અલગ આવશે.
ફેશ ક્રીમ નાંખ્યા પછી જરૂર પ્રમાણે મીઠું અને કાળા મરી પાવડર નાંખીને બરાબર મિક્સ કરી લો. આ મિક્સ તમારે હળવા હાથે કરવાનું રહેશે. જો તમે વજન આપીને મિક્સ કરશો તો મેક્રોનીના કટકા થવા લાગશે.
તો તૈયાર છે મેક્રોનીનો સલાડ.