રાજ્યમાં રખડતા ઢોરના આતંક ડામવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકશન મોડમાં જોવા મળી રહ્યો છે દિવસને દિવસે રખડતા ઢોરના કારણે અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવાનો વારો આવે છે રખડતા ઢોરની સમસ્યા નિવારવા હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યુ હતુ અને યુદ્રના ધોરણે સાતેય ઝોનમાં ઢોર પકડવાની કાર્યવાહી હાથધરી હતી અત્યારસુધી તંત્ર દ્રારા અમદાવાદમાં 540થી વધુ ઢોર પકડી લેવાયા છે અને 72 જેટલા લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

રખડતા ઢોરની વિકરાળ સમસ્યાને લઇ હાઇકોર્ટ હસ્તક્ષેપ કરી તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી સખ્ત શબ્દો કહ્યુ કે જે તંત્રની બેદરકારી અને ઇચ્છાશક્તિના અભાવે આજે રખડતા ઢોર જાહેર રસ્તા પર આતંક મચાવી રહ્યા છે. જેને લઇ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે.કારણે હવેથી જે કોઇ વ્યકિતનું રખડતા ઢોરને કારણે જીવ કે ઇજા પહોંચશે તો તંત્રને જવાબદાર ગણાશે રાત દિવસ 24 કલાક સીફ્ટ રાખવી પડે તો રાખો

રખડતા ઢોરના કારણે અમદાવાદના સી જી હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી જેમાં ઢોર ટ્રકને અડફેટે આવી જતા ઢોરનું મોત નિપજ્યુ હતુ અને ટ્રકચાલક ઇજાગ્રસ્ત થયા હતા જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો તો કેટલીક જગ્યા રાજ્યમાંથી રખડતાઢોર પકડવા ગયેલી ઢોરની પાર્ટીની ટીમ પર હુમલાની ઘટના પણ પ્રકાશમાં આવી છે ત્યારે બીજી બાજુ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવા આદેશ આપ્યો છે.