રાજયમાં વિધાનસભાની ચૂંટણી જીતવા રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે ત્યારે એક સમયે ભાજપ દ્વારા ગુજરાત મોડલને આખા દેશમાં લાગુ કરવાના વચનો આપી નરેન્દ્ર મોદી દિલ્હી સુધી પહોંચી વડાપ્રધાન બની ગયા છે તો હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ હવે મોદીજીના જ આઈડિયા વાપરી ગુજરાતમાં ‘દિલ્હી મોડલ’ ફ્રી શિક્ષણ, વીજળી,રોજગારી લાગુ કરવાના વચનો આપી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે જે વાત ગુજરાતના મતદારોને આકર્ષી છે, દિલ્હીથી ગુજરાત આવી કેજરીવાલ દિલ્હી મોડલ લાગુ કરવાના વચન આપી રહ્યા છે પરિણામે ગુજરાતના રાજકારણમાં પહેલીવાર આમ આદમી તરફી માહોલ બની રહ્યો છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીનો આઈડિયા કામ કરતો જોઈ હવે કોંગ્રેસના પણ પ્રભારી બનીને આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ હવે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ‘રાજસ્થાન મોડલ’ લાવવાની વાત કરી જનતાને આકર્ષવા પ્રયાસ ચાલુ કરી દીધા છે.

તેવે સમયે ગુજરાતમાં ભાજપે વિકાસ અને વિશ્વાસને મુદ્દો બનાવી પ્રચાર કરવાની શરૂઆત કરી છે.
જોકે,હાલતો આમ આદમી પાર્ટીની ‘દિલ્હી મોડલ’ની વાતો લોકોને આકર્ષી રહી છે.

લોકો કહે છે કે જનતા ટેક્સ ભરે છે તો મફતમાં સુવિધા પણ મળે તેવું ઇચ્છે છે,જો સુવિધાઓની વાત રેવડી માં ખપાવાતી હોયતો નેતાઓ એ પગાર લેવાનું છોડી દેવું જોઈએ અને તે પૈસા જનહિતના કામોમાં વાપરવા જોઈએ