જિલ્લામાં 5 દિવસનું પ્રકૃતિ વંદના અભિયાન થકી લોકોને વૃક્ષોનું મહત્ત્વ સમજાય અને જાગૃતતા આવે માટે પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં જિલ્લાના 3.23 લાખથી વધુ લોકોએ જોડાઇને રવિવારે વૃક્ષોનું પૂજન કર્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં સૌથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી પ્રથમ નંબરે રહ્યો છે. જ્યારે લોકોએ વૃક્ષોની રક્ષા કરી દર વર્ષ 1 વૃક્ષ વાવેતરનો સંકલ્પ લીધો છે. પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવીને જીવવું એ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના રોજીંદા વહેવારમાં ગૂંથાઈ ગયેલી વિશેષતા રહી છે.અનાદિકાળથી અનેકવિધ રીતિરિવાજો, સામાજિક પ્રથાઓ, પ્રાદેશિક માન્યતાઓ, ઉત્સવો, કળા-કારીગરી વગેરેમાં આ પ્રકૃતિ પ્રેમ અનેક રીતે પ્રદર્શિત થાય છે. હાલના વર્તમાન સમયમાં જ્યારે માનવીઓના આર્થિક હિતો પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે પડકારો ઉભા કરી રહ્યા છે ત્યારે આ પ્રકૃતિ અને પ્રાકૃતિક સંસાધનોનું સવર્ધન અને સંરક્ષણ જરૂરી બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો સૂકો મલક હોવાથી અહીં વૃક્ષોની સંખ્યા ઓછી છે જ્યારે શહેરી કરણ વધતા વૃક્ષો ઘટી રહ્યા છે.જિલ્લો રાજ્યમાં સૌથી ઓછા વૃક્ષો ધરાવતા જિલ્લા પૈકી એક છેતે મહેણું ભાગવા જુદી જુદી સંસ્થાઓ અને લોકો કામ કરી રહ્યા છે. ત્યારે પર્યાવરણ અને વનની સરક્ષા માટે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા રાજ્યભરમાં તા.27થી 31 ઓગષ્ટ સુધી પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લોકો પોતાના ઘરે, મહોલ્લા, સંસ્થા, સોસાયટીમાં વૃક્ષ પૂજન કરી રહ્યા છે. ત્યારે હાલ સુધીમાં રાજ્યભરમાં 4,88,439 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગરમાં 528 રજિસ્ટ્રેશન થયું હતું.જેમાં 142 સંસ્થાના 17388, 37 સોસાયટીના 76,349 ફેમેલી, 349 વ્યક્તિગત 3,23,133 જોડાયા હતા જે રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાના છે. આ લોકોએ પોતાના ઘરો, મહોલ્લા, સોસાયટી, સંસ્થામાં વૃક્ષનું પૂજન કર્યું હતું.જ્યારે તેનું રક્ષા કરી દર વર્ષ 1 વૃક્ષ વાવેતરનો સંકલ્પ લીધો હતો.આ રીતે પૂજન કરાયું
જે તે સંસ્થા કે લોકોના ઘેર વૃક્ષ અથવા નાના વૃક્ષના કુંડામાં જળ, કંકુ સહિત સામગ્રીથી વૃક્ષનું લોકો સમૂહમાં ધ્યાન કરી ત્રણવાર ઓમકાર બોલી, વૃક્ષને તિલક કરી અક્ષતચોખા ચઢાવવામાં આવ્યા હતા. જ્યારે વૃક્ષને રક્ષાસૂત્ર રૂપે મૌલી બાંધી જળ ચઢાવી આરતી ઉતારી 5 વખત પરિક્રમા કરવામાં આવી.31 ઓગસ્ટ સુધી કાર્યક્રમ ચાલુ રહેશેઆ પ્રકૃતિ વંદના કાર્યક્રમ તા.27 ઓગસ્ટથી જિલ્લામાં શરૂ કરાયો છે. જે તા.31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. સંસ્થાઓ, વ્યક્તિગત સહિત પરિવારો જોડવામાં આવે છે. https://docs.google.com/forms લિંક જાહેર કરી લોકોને તેમાં જોડવામાં આવી રહ્યા છે. જેમાં તા.27થી 28 ઓગસ્ટ દરમિયાન લાખો લોકો જોડાઇ વૃક્ષનું પૂજન કર્યું છે.