ગુજરાતમાં સૌપ્રથમવાર યોજવામાં આવેલ ટ્રેનિંગ.*
તારીખ 26/27-8-2022 નારોજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ અને અરવિંદ મીલ દ્વારા આયોજીત બરવાળા તાલુકાના રાણપરી ગામ ખાતે BCI (Better Cotton Initiative) પ્રોજેક્ટના ખેડૂતો માટે ગુજરાત માં સૌપ્રથમ વાર "ફૂડ સ્પ્રે ડેમોસ્ટેશન" ની તાલીમ ગોઠવવામાં આવી હતી તેમાં આફ્રિકા થી પાન ઓર્ગેનાઈઝેશન માંથી આવેલ "અટાલો" અને BCI (Better Cotton Initiative) દિલ્હી થી આવેલ "અક્ષરા અભિમન્યુ".
આ તાલીમ મા BCI (Better Cotton Initiative) પ્રોજેક્ટના 9 ઇમપ્લિમેન્ટ પાર્ટનરો,BCI (Better Cotton Initiative) ના ખેડૂતો અને શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ ની ટીમ એમ કુલ 125 લોકો ને 2 દિવસ ફૂડ સ્પ્રેની તાલીમ આપવામાં આવી. જેમાં મકાઈ ને એક પ્રોસેસ માંથી પસાર કરી તેનો સ્પ્રે બનાવીને કપાસ ઉપર આ સ્પ્રે કરવાથી કપાસને રાસાયણિક દવાઓ ની જરૂર નથી પડતી. તેની તાલીમ આપવામાં આવી.આ સ્પ્રે કરવાથી કપાસના પાકમાં જીવાત નિયંત્રણ કરવાની જૈવિક પદ્ધતિ હતી.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી