વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાતનો 92મો કાર્યક્રમ પ્રસારીત થશે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વિવિધ વિષયોને લઈને લોકો સાથે મન કી બાત કાર્યક્રમમાં રજૂઆત કરે છે. આજના ઓગસ્ટ મહિનાના આ કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓ બતાવેલી પ્રતિભા, આઝાદીના 75 વર્ષની ઉજવણી, દેશભરમાં ઉજવાયેલ હર ઘર ત્રિરંગા કાર્યક્રમમાં લોકોના ઉત્સાહ, નવા સ્ટાર્ટઅપ, પશુપાલન, કૃષિ, ખેડૂતો, ચોમાસુ, જળસંચય સહીત દેશના વિભિન્ન ગ્રામ્યકક્ષાએ કરાયેલા પ્રેરણાદાયી કાર્યોનો ઉલ્લેખ કરી શકે છે.

  • PM નરેન્દ્ર મોદી આજે કરશે ‘મન કી બાત’
  • મન કી બાતનો આજે 92મો કાર્યક્રમ પ્રસારીત થશે
  • અનેક મુદ્દાઓ પર મોદી કરી શકે છે વાત

આ કાર્યક્રમ માટે લોકો તેમના વિચારો અને સૂચનો પણ વડાપ્રધાનને આપી શકે છે. વડાપ્રધાન મોદી, તેમાંથી લોકોને ઉદાહરણરૂપ હોય તેવા કેટલાક પસંદગીના વિચારો અને સૂચનોને તેમના કાર્યક્રમ મન કી બાતમાં સમાવેશ કરે છે. અને તેમનો ઉલ્લેખ તેઓ તેમના પ્રતિ મહિને પ્રસારીત થતા મન કી બાત કાર્યક્રમમાં કરે છે.

શેર કરવાનું ચૂકશો નહિ