અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત કાવડયાત્રાના હર્ષોલ્લાસના આગમનમાં....

◆ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત કાવડયાત્રાના હર્ષોલ્લાસના આગમનમાં...

◆ હાલોલના તરખંડા સ્થિત પૌરાણિક સિધ્ધનાથ મહાદેવ ખાતે સંતો- મહંતોની ઉપસ્થિતિમાં શ્રાવણના અંતિમ દિને ગંગાજળથી અભિષેક કરાયો.!!

અખિલ ભારતીય સંતસમિતિ ગુજરાત પ્રેરિત “સમરસ કાવડયાત્રા” નો મહાશુભ સંકલ્પ “સર્વજન હિતાય” સર્વજન સુખાય” સર્વનુ શુભ થાઓ, સર્વનુ મંગલ થાઓ, સર્વનુ કલ્યાણ થાઓ, હિન્દુધર્મની એકતા, અખંડિતતા, ગૌરવ અને હિન્દુ સમાજની સમરસતા તથા હિન્દુ ધર્મ તથા હિન્દુ સંસ્કૃતિની રક્ષા થાઓ. એવા મહા મંગલમય ભાવ સાથે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પ.પૂ.નૌતમસ્વામીજી વડતાલ તથા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પૂજય મુર્ધન્ય સંતો દ્વારા આ ધર્મસંકલ્પ, અધ્યાત્મ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનમાં અખિલ ભારતીય સંત સમિતિના પ્રાંત સંયોજક અરવિંદ બ્રહ્મભટ્ટ તથા ધર્મસમાજ ના પ્રાંત અધ્યક્ષ વિમલ ઉપાધ્યાય એ સમગ્ર આયોજન પાર પાડીને સમગ્ર સેવા-વ્યવસ્થાનું આયોજન કરવા ભારે જહેમત ઉઠાવી હતી.આ હિન્દુ ધર્મના મહા અભિયાનની સેવામાં સર્વોપરી નિમિત્ત બન્યા હતા. સમરસ કાવડયાત્રાનું પ્રસ્થાન તીર્થધામ વડતાલથી પ.પૂ.નૌતમસ્વામીજી તથા ગુજરાતના ધામોધામથી પધારેલા સંતો તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા અન્ય રાજકીય તથા સામાજિક મહાનુભાવો દ્વારા તા.૨૦ ઓગસ્ટના રોજ કરવામાં આવ્યુ હતુ. તા.૨૨'ઓગસ્ટના રોજ હરિદ્વાર હરિકીપૌડી થી ગંગા પૂજન અને ગંગા આરતી કરીને ગંગાસ્નાન કરીને ગંગાજળ લઈને પૂજય સંતો ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ૨૦૨ પૌરાણિક મહાદેવજીના મંદિરોમાં શ્રાવણ માસના અંતિમ દિવસે તા.૨૭' ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતભરમાં મહાદેવજીના મંદિરોમાં અખિલ ભારતીય સંત સમિતિના પૂજય સંતો તથા હિન્દુ ધર્મસેનાના કાર્યકર્તાઓએ ગંગાજળની મહા પવિત્ર જશથી ભગવાન મહાદેવનો જળાભિષેક કર્યો હતો. આ સમગ્ર આયોજનના ઉપક્રમે પંચમહાલ જિલ્લાનો સમરસતા કાવડિયાનો ભગવાન મહાદેવજીનો ગંગાજળ અભિષેક નો દર્શન, પૂજન, આરતી નો પ્રસંગ હાલોલ તાલુકા ના તરખંડા, સિધ્ધનાથ મહાદેવજીના મંદિરમાં સમગ્ર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અખિલભારતીય સંતસમિતિ પંચમહાલના અધ્યક્ષ પૂ.સંત. પ્રસાદ સ્વામી હિન્દુ ધર્મસેનાના પંચમહાલના અધ્યક્ષ પૂ.લાલા બાપુ, સંયોજક પૂ.વિક્રમદાસજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ પંચમહાલના સંગઠન મહામંત્રી પૂ.પ્રેમદાસજી મહારાજ તથા સમગ્ર જિલ્લાના પૂજય સંતો ની ઉપસ્થિતમાં હાલોલ નગરમાં ગંગાજળ કુંભની ભવ્ય અને દિવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.નગરજનો દ્વારા ખુબ જ શ્રદ્ધાભાવથી ગંગાજળ કુંભનું ઠેર ઠેર પૂજન સ્વાગત કરવામાં આવ્યું હતું પંચમહાલની સમરસ કાવડ યાત્રાને સફળ બનાવવા માટે હિન્દુ ધર્મસેના પંચમહાલના ઉપાધ્યક્ષ લાલાભાઈ બ્રહ્મભટ્ટ,સંગઠન મહામંત્રી સચિનભાઈ શાહ, મહામંત્રી રતિલાલભાઈ, તપનભાઈ ઠક્કર તથા સામાજિક અગ્રણીઓ શુભાષભાઈ પરમાર, જસવંતસિંહ સોલંકી,પ્રવિણસિંહ પરમાર, ભરતભાઈ બારિયા, રામચંદ્રભાઈ બારિયા, મુકુંદભાઈ બારિયા તથા સમાજના અનેક કાર્યકર્તાઓ તથા હિન્દુ ધર્મસેનાના યુવાનોના ખુબ જ સહયોગ અને સેવા-ભક્તિ થી આ સમગ્ર પ્રસંગ અદ્ભુત અને દિવ્યતાપૂર્ણ આનંદ સાથે સંપન્ન થયો હતો.