ઘોઘંબા: માલુ કાંટુ વિસ્તારમાં બે માસુમોને ફાડી ખાનાર સંભવિતઃ માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો...!!

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ઘોઘંબા પંથકના કાંટુ, વાવકુલ્લી, માલુ વિસ્તારમાં પાછલા થોડા સમયમાં બે બાળકોને ફાડી ખાનાર માનવભક્ષી દીપડાને પકડી પાડવા વન વિભાગ ઉપર દબાણ આવતા ઘોઘંબા રેન્જના અધિકારીઓ સફાળા જગ્યા હતા અને માલુના ગોરાડા શેરી વિસ્તારમાં કુલ ૨૨ પાંજરા મૂકી માનવભક્ષી દીપડાને પકડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી આજે માલુ ગામના ડુંગર ઉપર ગોરાડા શેરીમાં એક વયસ્ક દીપડો પાંજરે પૂરતા વન વિભાગને આંશિક રાહત થઈ છે. જો કે પકડાયેલો દીપડો બે બાળકોને ફાડી ખાનાર જ છે કે બીજો તે અંહી ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. ઘોઘંબાના વાવકુલ્લી, માલુ વિસ્તારમાં આતંક મચાવતા માનવભક્ષી દીપડાએ વાવકુલ્લી ગામે માતાના ખોળામાંથી 8 માસના બાળકને ઉઠાવી જઈ શિકાર કર્યો હતો. કાળજું કંપાવી નાખનાર આ ઘટનાના સમાચારો ની શ્યાહી સુકાઈ ન હતી, ત્યાં તો માલુ ગામે માતા સાથે રક્ષાબંધન કરવા પિયરમાં આવેલ 3 વર્ષના માસૂમને દીપડો ઉઠાવી જતા આ બે-બે ઘટનાઓ પછી આ સમગ્ર વિસ્તારમાં હિંસક પ્રાણીઓ અને વન વિભાગ પ્રત્યે લોકોમાં રોષ વધતા ઘોઘંબા રેન્જ અને ગોધરા વન વિભાગ સફાળું જાગ્યું હતું અને આ માનવભક્ષી દીપડાને પકડી પાડવા ૭ પાંજરા મુક્યા હતા. જે તબક્કાવાર વધારીને ૨૨ પાંજરા કરાયા હતા. આજે માલુ વિસ્તારના ટેકરા ઉપર મુકવામાં આવેલ ૭માં નંબરના પાંજરામાં દીપડો પુરાયો હોવાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. એક જ માસના સમયમાં બે-બે ઘટનામાં શિકાર કરવાની પદ્ધતિ જોઈ આ બંને ઘટનામાં એક જ દીપડો હોવાનો અંદાજ વન વિભાગના અધિકારીઓ લગાવી રહ્યા છે. પાંજરે પુરાયેલા દીપડાને પાવાગઢ નજીક આવેલા ધોબીકુવા રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. પકડાયેલો દીપડો ૭ વર્ષનો વયસ્ક નર દીપડો હોવાની વિગતો હાલોલ રેન્જના આર.એફ.ઓ. અને ગોધરા એ.સી.એફ.પાસેથી જાણવા મળી રહયુ છે. વધુમાં એ પણ જણાવ્યું છે કે આ એ જ માનવભક્ષી દીપડો છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે, દીપડાનું મળ, વાળ અને ફૂટ પ્રિન્ટના આધારે તેની તપાસ કરવામાં આવશે.