ગોધરા સ્થિત સિવિલ હોસ્પિટલ માં બીજા માળે આવેલ પીડીયાટ્રીક વોર્ડ માં કરવામાં આવેલ પી.ઓ.પી માંથી એક ટુકડો સવારમાં અચાનક ધરાશયી થઈ જતા વોર્ડમાં રહેલા સૌ કોઈના શ્વાસ અધર થઈ જવા પામ્યા હતા. જો કે પીડિયાટ્રિક વોર્ડમાં પી.ઓ.પી નો એક ટુકડો ધરાશયી થયો હોવાની આ ખબરો સાથે દોડી આવેલા હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ કાટમાણને દૂર કરીને વોર્ડમાં દાખલ થયેલા બાળ દર્દી કે સ્વજનોનો આબાદ બચાવ થયો હોવાનો હાશકારો અનુભવીને જરૂરી તકેદારી ની વ્યવસ્થાઓ ગોઠવી હતી.