અમદાવાદ/સુરત/ગુજરાત : આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પરિષદ સભ્ય રાકેશ હિરપરા એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ના છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) એ હંમેશા વિદ્યાર્થીઓ ની હક ની લડાઈ માં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ગુજરાતના દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓ ના પ્રશ્નો માટે CYSS લડતી રહી છે. કોલેજો નું ખાનગીકરણ અટકાવવાનો મુદ્દો હોય કે નમો ટેબલેટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે થયેલો અન્યાય હોય, યુનિવર્સિટીના પેપર લીક હોય કે વિદ્યાર્થીઓને એડમિશન અંગે લાંચ જેવી કોઈ સમસ્યા હોય, કે પછી વિદ્યાર્થીઓ ને ખોટી રીતે નાપાસ કરવામાં આવતા હોય, એવા ઘણા બધા મુદ્દે હંમેશા CYSS એ વિદ્યાર્થીઓને ન્યાય અપાવ્યો છે. અને આજે અમે CYSS અંગે અમે અત્યંત મહત્વપૂર્ણ ઘોષણા કરવા જઈ રહ્યા છીએ.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આમ આદમી પાર્ટી CYSS પ્રદેશ ઉપપ્રમુખ દર્શિત કોરાટ એ મીડિયા સમક્ષ CYSS ની મહત્વપૂર્ણ ઘોષણા અંગે જાણકારી આપતા કહ્યું કે, અત્યાર સુધી યુનિવર્સિટી માં સકારાત્મક રીતે કોઈ પણ છાત્ર સંગઠન આવ્યું નથી. જેના માટે અમે 5 P થિયરી ફોર વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) જાહેર કરવા જઈ રહ્યા છીએ, જેમાં પ્રથમ P એટલે કે પ્રવેશ, જયારે પણ વિદ્યાર્થી બારમું ધોરણ પૂરું કરે છે ત્યારે તેમને આગળ કોલેજ માં પ્રવેશ માટે કોઈ પણ પ્રકાર ની માહિતી કે જાણકારી આપવામાં આવતી નથી. વિદ્યાર્થી એડમિશન ક્યાં લેશે? ક્યારે લેશે? તેના માટે કોઈ જાણકારી હોતી નથી અને યુનિવર્સિટી ના હેલ્પલાઇન નંબર ક્યારેય કામ કરતા નથી.
ગતરોજ એવી પણ માહિતી મળી છે કે, યુનિવર્સિટીઓ માં સીટો સંપૂર્ણ રીતે ભરાઈ નથી, જેના કારણે કોલેજો ના પ્રિન્સીપાલ પણ તેના માટે પરેશાન છે. અને આવું એટલા માટે થાય છે કે કેમ કે યુનિવર્સિટી ને ફક્ત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વસાવવામાં માં રસ છે, વિદ્યાર્થીઓ ને જે અસુવિધા ઉભી થઇ છે તે જાણવામાં કોઈ રસ નથી. આ વર્ષે દરેક ને જાણ હતી કે, BCA માં ઘણા વિદ્યાર્થીઓ એડમિશન લેશે. છતાંય તે માટે સીટો વધારવામાં આવી નથી અને જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યું તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ અત્યારે માનસિક રૂપે ડિપ્રેશન અનુભવી રહ્યા છે. આવી ઘટનાઓ ના કારણે CYSS એ પોતાના સેનેટ મેમ્બરો ને યુનિવર્સિટી માં ઉતારવા પડે છે.
બીજો P એટલે કે પરીક્ષા, પરીક્ષા બાબતે પણ ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઘણા છબરડાં જોવા પડે છે, હમણાં જ વુમેન્સ વાડિયા કોલેજ માં BCOM સેમ 6 ઇકોનોમિક્સ નું પેપર લીક થયું છે, આવી રીતે પેપર લીક ના ઘણા કિસ્સા જોવા મળતા હોય છે, જેમાં પરીક્ષા ના એક દિવસ પહેલા જ કોલેજ માં પેપર આપી દેવામાં આવે છે. યુનિવર્સિટી તો દર વખતે માનવીય ભૂલ કહીને છૂટી પડી જાય છે પરંતુ આ બધું રોકવા CYSS ના સેનેટ મેમ્બરો ની જરૂર છે.
‘આપ’ CYSS એ વિદ્યાર્થીઓ ના હિત માટે 5 P થિયરી ફોર VNSGU જાહેર કરી.
‘આપ’ CYSS એ 5 P એટલે કે પ્રવેશ, પરીક્ષા, પરિણામ, પઢાઈ અને પારદર્શિતા ની થિયરી જાહેર કરી છે.
‘આપ’ CYSS વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ ઈલેક્શન લડશે.
‘આપ’ CYSS એ સેનેટ ઈલેક્શન માટે પ્રથમ ડેલિગેશન જાહેર કર્યું.
5 P થિયરી ફોર VNSGU થી દક્ષિણ ગુજરાત ના વિદ્યાર્થીઓ ને ઘણો ફાયદો થશે: ‘આપ’ CYSS
પ્રવેશ, પરીક્ષા, પરિણામ, પઢાઈ અને પારદર્શિતા એ યુનિવર્સિટી ની આત્મા છે, તેની જાળવણી આપણું કર્તવ્ય: ‘આપ’ CYSS
CYSS સેનેટ ઈલેક્શન લડશે તેને જીતીને બતાવશે: ‘આપ’ CYSS
વિદ્યાર્થીઓ ના હિત માટે હંમેશા યોગદાન આપતા લોકોને સેનેટ ઈલેક્શન માટે પ્રથમ ડેલિગેશન ના સભ્ય બનાવવામાં આવ્યા છે: ‘આપ’ CYSS
આવનારા સમય માં વિદ્યાર્થીઓ ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ભોગવવી ના પડે તેવા કામ કરી બતાવશું: ‘આપ’ CYSS
ત્રીજો P એટલે કે પરિણામ, પરિણામ ને લઈને પણ ઘણી લાપરવાહી યુનિવર્સિટી તરફથી જોવા મળે છે. હમણાં જ એક યુનિવર્સિટી માં 36000 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત 8000 જ વિદ્યાર્થીઓ ને પાસ કરવામાં આવ્યા છે અને સરખા વિષયો માં અલગ અલગ માર્ક્સ નું ગ્રેસીંગ પણ જોવા મળે છે. જેના કારણે પણ વિદ્યાર્થીઓ ડિપ્રેશન માં છે. યુનિવર્સિટીની આવી બેદરકારી માટે CYSS ના સેનેટ મેમ્બરો ની જરૂર છે.
ચોથો P એટલે કે પઠન અથવા પઢાઈ, પઢાઈ એટલે કે શિક્ષણ અને શિક્ષણ ને લઈને વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી જેટલા પણ તાયફાઓ કરવામાં આવે છે. પેપર ઑફ્લાઈન લેવા કે ઓનલાઇન તે બાબતે VNSGU ના શિક્ષકો પોતે મૂંઝવણ માં હોય છે. તે તાયફાઓ રોકવા અને શિક્ષણ પ્રણાલી સારી કરવા CYSS ના સેનેટ મેમ્બરો ની જરૂર છે.
પાંચમો P એટલે કે પારદર્શિતા, યુનિવર્સિટી ના એક પણ નિર્ણય માં પારદર્શિતા નથી, ગમે ત્યારે ગમે તે પદે ગમે તે વ્યક્તિની નિમણુંક કરી દેવામાં આવે છે. એની લાયકાત પણ જોવામાં નથી આવતી અને ગમે ત્યારે ગમે તે પદાધિકારીનો પગાર વધારી દેવામાં આવે છે. એવા ઘણા ઉદાહરણ છે જેમાં લાયકાત વગરના લોકો અલગ અલગ હોદ્દા પર છે. યુનિવર્સિટી માં હાજર ન હોવા છતાંય અમુક લોકોની હાજરી પુરવામાં આવે છે. આ બધી વાતો ની પારદર્શિતા માટે CYSS ના સેનેટ મેમ્બરો ની જરૂર છે.
5 P એટલે કે પ્રવેશ, પરીક્ષા, પરિણામ, પઢાઈ અને પારદર્શિતા આ યુનિવર્સિટી નું ઝમીર છે તેની આત્મા છે તેને જાળવવું આપણા સૌ ની જવાબદારી છે. તે માટે CYSS પોતાના સેનેટ મેમ્બરો ને 5 P થિયરી ફોર વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સાથે યુનિવર્સિટી માં ઉતારવા જય રહી છે. એટલે આ વખતે CYSS સેનેટ ઈલેક્શન લડશે તેને જીતીને બતાવશે અને આવનારા સમય માં વિદ્યાર્થીઓ ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ભોગવવી ના પડે તેવા કામ કરી બતાવશે.
CYSS ના પ્રથમ ડેલિગેશન ના ઉમ્મેદવાર ના નામ જણાવતા દર્શિત કોરાટ એ કહ્યું કે, વિશાલભાઈ વસોયા – કમ્પ્યુટર સાયન્સ, યોગેશભાઈ માયાવંશી – આર્ટ્સ, પીનલબેન દુધાત – કોમર્સ, કીશનભાઇ ઘોરી – સાયન્સ, ડો. ચેતનાબેન કાછડીયા – હોમિયોપેથીક આમ વ્યવસ્થિત રીતે પરીક્ષણ કરી CYSS તરફ થી આ ડેલિગેશન જાહેર કરવામાં આવ્યું છે, જે સૌ વિધાર્થીઓ માટે પહેલા પણ ઘણી લડાઈ લડી ચુક્યા છે અને વિદ્યાર્થીઓ ના હિત માટે હજી પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે.