ઉત્તર પ્રદેશના મૌ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પતિ પત્નીના ડરથી એક મહિનાથી 100 ફૂટ ઊંચા તાડના ઝાડ પર રહે છે. જ્યારે પણ ગામના લોકો તેને સમજાવવા જાય છે ત્યારે તે ઝાડ પર મુકેલી ઈંટો અને પથ્થરોથી હુમલો કરે છે અને લોકો ત્યાંથી જતા રહે છે. આ મામલો જિલ્લાના કોપાગંજ વિસ્તારના પોલીસ સ્ટેશન બસરથપુર ગ્રામસભાનો છે. રામ પ્રવેશના પિતા વિશુનરામનું કહેવું છે કે રામ પ્રવેશ તેની પત્નીના કારણે ઝાડ પર રહેવા મજબૂર છે, કારણ કે તેની પત્ની દરરોજ તેની સાથે મારપીટ કરે છે.
પત્નીના આ વલણથી રામ પ્રવેશ એટલો નારાજ થઈ ગયો કે તે ઝાડ પર રહેવા લાગ્યો. પરિવારના સભ્યો તેને દોરડા વડે બાંધીને ઝાડ પાસે ખોરાક અને પાણી લટકાવે છે, જેને તે ખેંચે છે. ગામલોકો કહે છે કે તે રાત્રે કોઈક સમયે ઝાડ પરથી નીચે આવે છે અને શૌચ કર્યા પછી ઝાડ પર પાછો જાય છે.
રામપ્રવેશના ઝાડ પર રહેતા હોવાથી ગામના લોકો ગુસ્સે છે. તેઓ કહે છે કે રામપ્રવેશના ઝાડ પર રહેવાથી તેમની પ્રાઈવસી પર અસર થઈ રહી છે કારણ કે તે ઝાડ ગામની વચ્ચે છે અને ત્યાંથી દરેકના ઘરનું આંગણું દેખાય છે. ગ્રામજનોએ રામપ્રવેશ અંગે પોલીસને ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસ પણ રામ પ્રવેશને ઝાડ પરથી નીચે ઉતારવામાં નિષ્ફળ રહી હતી અને તેનો વીડિયો બનાવતી રહી હતી.