સિહોર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રખડતા હોરનો ત્રાસ અસહ્યા વધી જતા રાહદારીઓ આ હોરની ધીકે ચડી નાની મોટી ઈજાઓનો શિકાર બની. રહ્યા છે ત્યારે જવાબદાર નગરપાલિકાનું નિભર તંત્રની નિષ્ક્રીયતા ટીકાસ્પદ બની છે. સિહોર શહેરની મેઇન બજાર વડલા વાળી ખોડિયારથી મોટા ચોક સુધીની બજાર, કાપડ બજાર રેડીમેન બજાર, સોની બજાર, કટલેરી બજાર, શાકબકાલા તથા ફ્રટની દુકાનો તેમજ બે શાકમાર્કેટો આવેલ હોય તેમજ મીઠાઈઓની દુકાનો પણ આવેલ હોય જેના કારણે સવારથી સાંજ સુધી આવી બજારોમાં ધુમગીરદી રહેતી હોય છે અને હાલ શ્રાવણ માસના કારણે સિહોરમાં ગામે ગામથી લોકો નવનાથની યાત્રાપણ કરવા આવતા હોવાથી મુખ્ય બજારોમાં મેળાવડો હોય તેવી ગીરદી સવારથી સાંજ સુધી રહે છે પરંતુ આવી દરેક બજારોમાં તથા સિહોરના જાહેર રસ્તાઓ પર રખડતા ભટકતા માલ હોરોનો સખત ત્રાસ છે અને આવા માલહોર ખુંટીયાઓનો પણ અવારનવાર જાહેર રસ્તાઓ પર બાખડતા રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લઈ લે છે અને અવાર નવાર લોકો નાની મોટી ઈજાઓનો ભોગ બને છે સિહોર શહેરમાં આવ!। ખુંટીયા તથા રખડતા ભટકતા માલહોરના કારણે સિહોરની જનતા તોબા પુકારી ગઈ છે અને અવારનવાર આવા ખુંટીયા રાહદારીઓને ઢીકો મારી હાની પહોંચાડી રહ્યા હોવા છતાં સિહોર નગરપાલિકાનું અંધેર તંત્ર દ્રારા કોઈ પગલા લેવામાં નહીં આવતા સિહોરની જનતામાં રોષની લાગણી ઉત્પત્ર થવા પામી છે 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं