નાશાંબંધી વિભાગ ઉઘતું ઝડપાયો 600 લીટર કેમિકલ બોટાદથી અમદાવાદ પહોચ્યું
બોટાદ જિલ્લના બરવાળા તાલુકા અને ધંધુકામાં લઠ્ઠકાંડના કારણે 45થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે .પ્રાથમિક તપાસમાં ગૃહવિભાગ દ્રારા એવી સ્ષ્ટતા કરવામાં આવી રહી છે કે કેમકિલનું સેવન કરવાના કારણે લોકોના મોત નિપજ્યા છે FSLમાં મિથિનોલ આલ્કોહોલ હોવાનું જણાવાઇ રહ્યુ છે.
જયેશ નામના આરોપી અમદાવાદની પીપળજ ખાતે આવેલી એમોસ નામની કંપની કર્મચારી તરીકે કામ કરતો હતો અને તેણે 600 લીટર જેટલો કેમિકલ ફઇના પુત્ર જયેશને મોકલ્યો હતો જયાં જયેશે પાણીમાં કેમિકલ ભેળવી દારૂના વેચાણ કરતા લઠ્ઠાકાંડ સર્જર્યો છે. જેમાં 45 લોકોના મોત નિપજ્યા છે અને હજુ પણ 90 લોકો જુદી-જુદી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. એમોસ કંપનીમાં ક્રાઇમબ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા અને કંપનીના માલિકની પૂછપરછ કરતા સમીર પટેલે કેમિકલ ચોરી હોવાનું કહી બચાવ કર્યો હતો ફિનાલ કંપનીમાં 22 અને 23 જુલાઇએ 10 હજાર લિટર એમોસ કંપનીમાં મિથ્નોલ આલ્કોહોલ મોકલ્યુ હતું લઠ્ઠાકાંડ સર્જાતા આરોપી જયેશ ભાગવાની ફિરાકમાં હતો ત્યારે ક્રાઇમબ્રાન્ચે ભાગવા તેના નિવાસસ્થાને દરોડા પાડી ઝડપી પાડ્યો હતો
હાલ 8 હજાર લીટર કેમિકલ એમોસ કંપનીમાં ક્રાઇમબ્રાન્ચે સીલ કર્યુ છે અને નાશાબંધી આબકારી વિભાદ દ્રારા આળસના કારણે આટલી મોટી માત્રમાં કંપનીમાં કેમિકલ લવાયો હતો જેને લઇ નાશાબંધીની નિષ્ક્રિયતા દાખવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે દરેક કંપનીને રોજેરોજ કેમિકલ અંગે નાશાબંધી વિભાગને જાણ કરવાની હોય છે પરંતુ નાશાબંધી આબકારી વિભાગની લાપરવાહીને લઇ 600 લીટર કેમિકલ અમદાવાદથી બોટાદ પહોંચ્યુ હતુ અને અનેક લોકોના મોત નિપજ્યા હવે પ્રશ્રન એમોસ કંપની પર ઉઠી રહ્યો છે આટલી મોટી માત્રમાં કેમિકલ જથ્થો ચોરાયુ અને માલિકને જાણ ન હોય