ઇતિહાસ માં પહેલીવાર સીંગતેલ ના ભાવમાં આટલો ધરખમ ઉંછાળો જોવા મળ્યો છે, ગૃહિણીઓ નું કિચન નું બજેટ ખોળવાઈ રહ્યું છે, એક બાજુ દૂધના ભાવ માં ફક્ત બે મહિના માં બે વખત લિટરે 2 રૂપિયાનો વધારો થઇ ગયો છે.
ઈતિહાસ પલટી ગયો, ગૃહિણીઓ હવે ત્રાહિમામ પોકારશે, સિંગતેલનો ડબ્બો 3000 રૂપિયાનો થઈ ગયો, મોંઘવારી મારી નાખશે
હવે ગૃહિણીઓનું આખુ બજેટ હલી જશે. તેલના ભાવમાં વધારો તો થતો જ રહે છે પરંતુ આ વખતે તેલના ભાવમાં જંગી વધારો આવ્યો છે. તેના લીધે ઘર ખર્ચ પણ વધી જશે. સિંગતેલમા આગઝરતી બેકાબૂ તેજી થવાથી એક ડબ્બે ૭૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થયો છે આ નવા ભાવ વધારાથી સિંગતેલ ડબ્બાના ભાવ પહેલી વાર ૩૦૦૦ રૂપિયાની રેકોર્ડ ઊંચાઇએ પહોંચી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામા પણ પામતેલમા ઘણી તેજીના લીધે પામતેલ, કપાસિયા અને સિંગતેલના ભાવ એક સપાટીએ આવી ગયા હતા અને તેના લીધે ગુજરાતમા પણ સિંગતેલનો વપરાશ જે પહેલા ૫ ટકાની આસપાસ હતો તે વધીને ૨૫ ટકા જેટલો વધી ગયો હતો. પરંતુ પછીથી પામતેલના ભાવ પણ ઘટવા લાગ્યા હતા. એક જ સપ્તાહમા ૧૮૦ રૂપિયાનો ઘટાડો થવાથી પામતેલનો ડબ્બો ૧૯૫૦ રૂપિયાએ પહોંચી ગયો છે ત્યારે સિંગતેલના ભાવ વધીને ૩૦૦૦ રૂપિયાએ પહોંચતા આ બન્ને તેલ વચ્ચે રૂ.૧૦૫૦નો ફરક થઇ ગયો છે.
જયારે બીજી બાજુ શાકભાજી નું તો પૂછવુંજ શું રહ્યું, મેથી ની ભાજી જે આડા દિવસે 20 ₹ કિલો હરાઝ થતી હતી તેના 120 રૂપિયા થઇ ગયા છે, લગભગ 70 ટકા શાકભાજી ના કિલો એ 100 રૂ. અપ ચાલી રહ્યા છે સામાન્ય માણસ શું બનાવે શું નહીં.
રિપોર્ટર : વારિસ સૈયદ.