રાજ્યમાં ચુંટણીઓ નજીક આવી રહી ત્યારે નેતાઓ જનતાને જુદા જુદા પ્રલોભનો આપી રહયા છે પણ વાસ્તવિક સ્થિતિ હાલ જુદીજ છે હાલમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ આસમાને પહોંચ્યા છે અને દૂધ, ખાદ્યતેલ, રાંધણગેસ, શાકભાજીના ભાવ વધ્યા છે, સિંગતેલમાં જ બે દિવસમાં 60 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે શાકભાજીના ભાવ પણ વધ્યા છે. છેલ્લા એક મહિનામાં દૂધના ભાવમાં પણ લિટરે 4 રૂપિયા જેવો વધારો થયો છે, ખાદ્યતેલોમાં ભાવ ઘટતાજ નથી અને હવે સટ્ટાખોરોએ ધંધો બનાવી દીધો છે.
કૃત્રિમ તેજી ઊભી કરી દેવાતા લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. 31, જ્યારે 500 મિલી અમૂલ તાજાનો ભાવ રૂ. 25 અને 500 મિ.લી. અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ.27 પ્રતિ લિટર પહોંચી ગયો છે જ્યારે રાંધણગેસનો ભાવ 1060થી લઈ 1072 થઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
નેતાઓ આવે છે અને ભાષણો કરી જતા રહે છે પણ વાસ્તવિક સ્થિતિ કઈક અલગજ છે.