દરમ્યાન પો.ઇન્સ. ડી.બી.બારડની ટીમના પો.સ.ઇ.
એમ.એચ.શિણોલ તથા પોલીસ સ્ટાફને, વટવા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુન્હાના કામે
અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળા જામીન ઉપરથી ફરાર થયેલ પાકો કેદી તેમજ
ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૨૦૦૧૯/૨૦૨૨
એન.ડી.પી.એસ. એક્ટ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબના કામે નાસતો ફરતો આરોપી
સોહીલખાન નાસીરખાન પઠાણ ઉ.વ.૩૨, રહે. ગજેન્દ્ર ગડકરનગર, ચાર માળીયા,
બહેરામપુરા, દાણીલીમડા, અમદાવાદ શહેર. મુળ ગામ. મણુંદ, સિપાઇ વાસ, મસ્જીદની
સામે, તા. જી. પાટણનો હાલ તેના ઘર નજીક હાજર છે.” મુજબની મળેલ હકીકત આધારે
આરોપી સોહીલખાન નાસીરખાન પઠાણને તા.૨૬/૦૮/૨૨ ના રોજ તેના ઘર પાસેથી
અટક કરેલ છે.
તા.૦૫/૦૫/૨૦૨૦ ના રોજ ઉપરોક્ત આરોપી તથા અન્ય સહ
આરોપીઓએ ભેગા મળી હુસેનાબાદ ફ્લેટ, વટવા, અમદાવાદ ખાતે રહેતા મોહસીન
મેમણને છરીઓના ઘા મારી ખુન કરેલ હતું. જે અંગે વટવા પોલીસ સ્ટેશન ખાતે
ફ.ગુ.ર.નં.૫૪૫/૨૦૨૦ ઇપીકો કલમ ૩૦૨, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧)
મુજબ ગુનો નોંધાતા તે કેસમાં તમામ આરોપીઓની ધરપકડ થયેલ અને તે સાબરમતી
જેલમાં પાકા કેદી તરીકે હતો. બાદ તા.૧૮/૧૨/૨૦૨૧ ના રોજ દિન-૭ ના વચગાળા
જામીન ઉપર છુટી ફરાર થયેલ હતો.
ઉપરોક્ત આરોપી ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૧
૧૨૨૦૦૧૯/૨૨ એન.ડી.પી.એસ. એક્ટ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબના કામે પણ
નાસતો ફરતો હોય સદર આરોપીને ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુન્હાના કામે
એસ.ઓ.જી. ખાતે સોપવામાં આવેલ છે.
#SMS #SMS01
Repoter ravi b. Meghwal
#social_media_sandesh
@social_media_sandesh