ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સંગઠન ટકાવી રાખવામાં જાણે નિષ્ફળ સાબિત થઈ રહયા છે, કોંગ્રેસમાં મોટા પાયે નારાજગીનો માહોલ છે અને ધીરેધીરે આમ આદમી પાર્ટી અને ભાજપ તરફ માહોલ બની રહ્યો છે અહીં મોટાભાગના આગેવાનો રાજીનામાં આપી રહયા છે અને કેટલાય આપી ચૂક્યા છે અને કોંગ્રેસના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલીખમ રહેતી હોય તેમજ કોંગ્રેસના કાર્યક્રમોનો ફિયાસ્કો થઈ રહ્યો હોય હવે કોંગ્રેસ પ્રદેશને ખુશ કરવા અહીંના કેટલાક આગેવાનોએ નવો આઈડિયા શોધી કાઢ્યો હતો.'
અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતમજૂરો અને ગ્રામજનોને ટ્રેક્ટરમાં ભરી ભરીને લાવવામાં આવતા સત્યડે ની ટીમે જ્યારે આવા લોકોને પૂછ્યું તો લોકોને એજ ખબર ન હતી કે અહીં તેઓને ક્યાં પક્ષના કાર્યક્રમમાં જવાનું છે એક મહિલાએ તો ત્યાં સુધી કહ્યું કે ‘ભાજપના કાર્યક્રમમાં આવ્યા છે’
તો કેટલાક કહે અમને ખબર નથી અને અમને ક્યાં લવાયા છે !!
આમ મોટાભાગના લોકોને ક્યાં જવાનું તે ખબરજ ન હતી અને અજાણ હતા
ટ્રેક્ટરમાં ભરીને લાવવામાં આવેલા લોકોને ખબર જ ન હતી કે તેઓને કોંગ્રેસના કાર્યક્રમમાં લવાયા છે.
આમ,હવે ખોટી ભીડ એકત્ર કરવા માટે કોંગ્રેસે હવે જુઠનો સહારો લેવો પડી રહ્યો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
ભરૂચમાં કોંગ્રેસ તૂટી ચુકી છે અને સ્થાનિક આગેવાનો નિષ્ફળ જતા હવે ખોટી ભીડ ભેગી કરી માત્ર ફોટા પડાવવાની પોલ ખુલી ગઈ છે.