ગરબાડાના ભરસડા ગામેથી દેશી બનાવટના તમંચા સાથે એક યુવકને ઝડપી પાડતી દાહોદ SOG પોલીસ.

દાહોદ SOG પોલીસે ગરબાડાના ભરસડા ગામેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ SOG શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, ડી ડી પઢિયાર તથા પીએસઆઇ, બી એ પરમાર તથા SOG ટીમના માણસો ગતરોજ તારીખ ૨૫/૦૮/૨૦૨૨ ના રોજ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન બાતમી મળેલ કે, એક ઇસમ કાળા કલરનુ અડઘી બાયનુ ટીશર્ટ તથા કમ્મરે ભુખરા કલરનુ પેન્ટ પેહરેલ ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી ભરસડા તરફથી ગાંગરડી તરફ આવનાર છે. તે મળેલ બાતમીના આધારે પોલીસની ટીમ ભરસડા ખાતે તોરણવાળી ચોકડી ઉપર વોચમા હતા, તે દરમ્યાન બાતમીવાળો ઇસમ ગરબાડા તાલુકાના ભરસડા ગામનો અજીતભાઇ નારૂભાઇ માવી ભરસડા તરફથી ચાલતો ચાલતો આવતા પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડેલ અને તેની અંગઝડતી કરતા તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. 

જેથી SOG પોલીસે રૂ.૨૫૦૦/- ની કિંમતનો દેશી હાથ બનાવટનો તમંચો કબ્જે કરી ભરસડા ગામના અજીતભાઇ નારૂભાઈ માવીને ઝડપી પાડી તેના વિરૂદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.