રાજ્યમાં બોટાદ અને અમદાવાદ જિલ્લામાં 55નો ભોગ લેનાર સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ શરુ કરાવતા દારૂનો ધંધો કરનારા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે અને દારૂ પીનારા લોકો આમતેમ ફાંફા મારતા થઈ ગયા છે.
સરકારે દારૂબંધીનો અમલ કરાવવા સૂચના આપતાં જ રાજ્યભરની પોલીસ ગણતરીના કલાકમાંજ એક્શનમાં આવી હતી અને દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાનું શરું કર્યું હતું.
છેલ્લા ત્રણ દિવસના સમયગાળામાંજ પોલીસે લગભગ 2771 કરતાં વધુ જગ્યાઓ ઉપર રૅડ કરી, 2355 થી વધુ લોકો સામે ગુના નોંધી 1621 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે રૂ. 63.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે સાથે 33475 લિટર દેશી – વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.
ત્રણ દિવસમાં રાજ્યના લગભગ તમામ જિલ્લામાં 2771 જેટલા સ્થળે દરોડા પાડી 33475 લિટર જેટલો દેશી – વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
સરકારે આદેશ કરતાજ પોલીસે દારૂબંધી નો અમલ કરાવવાનું શરૂ કરી દીધું હતું અને દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂના ધંધા બંધ કરાવ્યા હતા.
આમ,ગુજરાતમાં દારૂબંધી નો કાયદા નો અમલ કરાવતા બુટલેગરો અને પીદ્ધડ વર્ગમાં ભારે દોડધામ મચી ગઇ હતી