ગણેશ મહોત્સવ ઉજવણી બાબતે દાહોદ જીલ્લા કલેક્ટર સાહેબે જાહેરનામુ બહાર પાડેલ હતું.

જેના ઉપલક્ષમાં ફતેપુરા પોલીસ સ્ટેશને પી.એસ.આઇ.શ્રી સી.બી.બરંડા સાહેબની અધ્યક્ષતામાં શાંતી સમિતીની મિટીંગ યોજાઇ હતી.

આ મિટીંગમાં પો.સ્ટે.વિસ્તારના સરપંચો, ગામના ગણેશ મંડળના આગેવાનો, મુસ્લીમ અગ્રણીઓ હાજર હતા.

શાંતી સમિતીની મિટીંગમાં અધ્યક્ષ તરીકે બરંડા સાહેબે ગણેશ સ્થાપના થી ગણેશ વિસર્જન સુધીના દિવસો દરમ્યાન તકેદારી બાબતે જરૂરી સુચનાઓ આપીને કલેકટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે જાણ કરી છે.