5 જુલાઈ 2017 માં સાબરકાંઠા જિલ્લાની 59 પંચાયતમાં સરપંચો એ પોત પોતાના હોદ્દા ઓ સંભાળ્યા હતા જેની મુદ્દત 5 વર્ષ ની હોય છે, તે ગઈ 05/7/22 એ તેમનો કાર્યકાળ પૂરો થઇ ગયો હોવા છતાં પંચાયતમાં આવી સરપંચો ઘ્વારા પંચાયતની કામગીરી કરાઈ રહી છે, આનું મુખ્ય કારણ કે વહીવટદારો ની નિમણુંક કરવામાં આવી નથી,
અનામત બેઠકો બાબતે કેટલીક ગૂંચ હોવાથી પંચાયતો ની ચૂંટણી આગળ થેલાતી જાય છે, એટલુંજ નહી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પણ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે, તેવામાં પંચાયત ની ચૂંટણી અધ્ધરતાલ કરી દેવાય તો કહેવાય નહીં,
વહીવટદાર ની નિમણુંક ના થાય ત્યાં સુધી નાના મોટા જાહેર સેવા ના કામ માં સરપંચ ની સહી ની જરૂર પડતી હોય છે, કેટલાક મોટા નિર્ણાયક નીતિ વિષયક કામો સિવાય સરપંચ વહીવટ કરે તો ખોટું કહીં શકાય નહીં.
ટીડીઓ ડીડીઓ એ વિકાસ કમિશનર ને સરપંચો ની મુદ્દત પુરી થઇ ગયા બાબત જાણ કરવા છતાં વહીવટદારો ની નિમણુંક કરવામાં આવી નથી જે હમણાં સુધી નિમણુંક થઇ જવી જોઈતી હતી.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.