કોર્પોરેટર, સમાજ સેવક અને નેતા લાલેશભાઈ ઠક્કર કોંગ્રેસ સાથે છેડો ફાડીને ‘આપ’માં જોડાયા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ફ્રોડ ઈન્વેસ્ટીગેટર તરીકે કામ કરતા શૈલેષભાઈ ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને છેલ્લી ટર્મમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય તરીકે મેં સેવાઓ આપી છે. સરકારે અત્યાર સુધી ઘણી બધી હોસ્પિટલોને ખોટા બહાના બતાવીને બંધ કરી દીધી છે, આવી પાટણની હોસ્પિટલને શરૂ કરવા માટે છેલ્લા 4 વર્ષ સુધી મેં આંદોલનો કર્યા છે અને હોસ્પિટલ ચાલુ કરાવી છે. ત્યારબાદ રાધનપુરની પણ હોસ્પિટલ ચાલુ કરાવી છે. સેવક તરીકે આ મારી જવાબદારી હતી જે મેં નિભાવી અને પ્રજા માટે વધુ સારી રીતે કામ કરવા માટે હું આજે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

આજે જ્યારે હું પાટણ થી અમદાવાદ આવ્યો તો વચ્ચે ઘણા ટોલટેક્સ સેન્ટર આવે છે. એ લોકો ટેક્સ તો ઉઘરાવે છે પણ રસ્તાની હાલત પર કોઈ ધ્યાન આપતું નથી. મોટા મોટા હાઈવેમાં એટલા મોટા ખાડા પડી ગયા છે કે ગાડીઓના પણ ટાયર ફાટી જાય તેવી સ્થિતિ છે. આ કોન્ટ્રાક્ટરોની દસ વર્ષના ગાળાની વાત થઇ હતી પણ આજે એ લોકો 30 વર્ષથી ટોલટેકસ ઉઘરાવે છે અને તેમ છતાં પણ રોડ રસ્તાઓની હાલત સારી નથી તો તમારે વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરી નાખવું જોઈએ નહિતર આવનાર સમયમાં એક મોટું આંદોલન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને છેલ્લી ટર્મમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય તરીકે લાલેશભાઈ ઠક્કર પોતાની સેવા આપી ચુક્યા છે.