આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ-ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ભાજપના શાસનમાં આજે આખું ગુજરાત ત્રાહિમામ પોકારી ચૂક્યું છે. જે લોકો પહેલા ભાજપને મત આપતા હતા એ પણ હવે કહી રહ્યા છે કે ભાજપે આખા ગુજરાતને ખતમ કરી નાખ્યું છે. એવી જ રીતે આખી કોંગ્રેસ પણ એક સેટીંગબાજ પાર્ટીમાં ફેરવાઈ ગઈ છે, તેમ આક્ષેપ ઈસુદાન ગઢવીએ લગાવ્યો હતો. આ ઉપરાંત કહ્યું કે, આ પાર્ટીની એક રીત છે કે, ચૂંટણી લડો અને ભાજપમાં જતા રહો. આવી બધી બાબતોથી ઘણા ઈમાનદાર લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે અને એવા જે ઈમાનદાર લોકોને પ્રજાની સેવા કરવી છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેમ ઈસુદાને કહ્યું હતું.
આવા જ એક ઈમાનદાર વ્યક્તિ, પાટણના લાલેશભાઈ ઠક્કર અમદાવાદમાં અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. લાલેશભાઈએ વર્ષો સુધી એ વિચારીને કોંગ્રેસમાં કામ કર્યું કે પ્રજાનું કઈ ભલું થશે.
આ સાથે આપ પાર્ટીમાં જોડાયેલા લાલેશ ઠક્કર વિશે કહ્યું કે, પાટણ નગરપાલિકામાં પણ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ પદે રહ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા. લાલેશભાઈ ઠક્કરએ પ્રજા માટે ખુબ જ કામ કર્યું છે, તો લાલેશભાઈ ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો અમને એનો ખુબ જ આનંદ છે. હું એમને અભિનંદન આપવા માંગુ છું. લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે કારણકે આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતની જ નહીં પણ આખા દેશની ઉમ્મીદ બની ચૂક્યા છે. ઉમ્મીદ છે એનો પુરાવો એ છે કે આજે અરવિંદ કેજરીવાલજીના એક નિવેદન પર આખી ડીસીપ્લીનરી ફોર્સ અને વિદ્યાસહાયકોએ તેમને પૂરે પૂરો ટેકો જાહેર કર્યો અને અરવિંદજી ના નિવેદનને સ્ટેટ્સમાં લગાવી દીધા