પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર,ચિત્રા-સીદસર રોડ,પાણીની ટાંકી પાસે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતાં. તે દરમ્યાન અગાઉ ઘરફોડ ચોરીઓનાં ગુન્હાઓમાં પકડાયેલ ચીકલીકર બાવરી ગેંગનાં નીચે મુજબનાં માણસો મોટર સાયકલ સાથે મળી આવેલ.તેઓ પાસેથી નીચે મુજબનો કુલ રૂ.૧,૩૫,૨૦૦/- નો મુદ્દામાલ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.આ અંગે ત્રણેય માણસો પૈકી નં.૧-૨નાંઓની પુછપરછ કરતાં તેઓ બંને છેલ્લાં આઠેક મહિનાના સમયગાળા દરમ્યાન ભાવનગર શહેર વિસ્તારનાં અલગ-અલગ સ્થળોએથી ચોરી કરેલ હોવાની અને તે ચોરીમાં મળેલ સોના-ચાંદીનાં દાગીનાઓ નં.૧-૨નાંએ નં.૩નાંઓને વેચાણ કરવા માટે આપતાં નં.૩નાંએ ભાવનગરનાં સોનીને વેચી આપેલ હોવાનું અને સોના-ચાંદીનાં દાગીના વેચાણમાં તથા ચોરીમાંથી મળેલ રૂપિયામાંથી ઉપરોકત કબ્જે કરેલ મોટર સાયકલ ખરીદ કરેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે ખરાઇ કરતાં નીચે મુજબનાં ગુન્હાઓ દાખલ થયેલ હોવાનું જણાય આવેલ.જેથી તેઓને આગળની વધુ કાર્યવાહી થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ માણસોઃ-
1. શ્યામસીંગ S/O અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી ઉ.વ.૨૧ ધંધો-મજુરીકામ
2. રામસીંગ S/O અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી ઉ.વ.૨૩ ધંધો-મજુરી
3. જયોતિકોર W/O અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી ઉ.વ.૪૭ ધંધો-ઘરકામ રહે.તમામ સ્નેહ મીલન સોસાયટી, કોળી જ્ઞાતીની વાડીની પાછળ, હાદાનગર,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રૂ.૫૦૦/-નાં દરની નોટ નંગ-૬૦ રૂ.૩૦,૦૦૦/-ની ચલણી નોટો
2. સોનાનો મહિલાએ માથે લગાવવાનો ટીકો વજન-૩ ગ્રામ ૧૮૦ મીલીગ્રામ કિ.રૂ.૧૩,૫૦૦/-
3. અલગ-અલગ કંપનીની ઘડિયાળો-૦૭ કિ.રૂ.૭,૦૦૦/-
4. ચાંદીનાં છડા જોડ-૦૧,ચાંદીની પોચી-૦૧,ચાંદીનાં સિક્કા નંગ-૦૨,ચાંદીની વીંટી-૦૨ તથા રૂદ્રાક્ષ મઢેલ ચાંદીનું પેન્ડલ-૦૧
5. ગ્રે કલરનું હોન્ડા કંપનીનું SP 125 આગળ-પાછળ રજી. નંબર વગરનું મો.સા.-૧ કિ.રૂ.૮૦,૦૦૦/-
6. ઘરફોડ ચોરી કરવા માટેનાં સાધનો લોખંડનો ગણેશિયો,વાંદરીપાનુ,પક્કડ, પેચીયા,આરી પાના વિગેરે મળી કુલ રૂ.૧,૩૫,૨૦૦/- નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
1. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૪૧૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
2. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૬૦૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
3. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૦૦૭/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
4. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
5. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
6. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૬૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં સાગરભાઇ જોગદીયા, મહેન્દ્રભાઇ ચૌહાણ, ભયપાલસિંહ ચુડાસમા, ઘનશ્યામભાઇ ગોહિલ,સંજયભાઇ ચુડાસમા,જયદીપસિંહ ગોહિલ, ઇમ્તિયાઝખાન પઠાણ, પ્રજ્ઞેશભાઇ પંડયા, હરપાલસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર, રઘુભાઇ મકવાણા, વુમન પો.કોન્સ જાગૃતિબેન કુંચાલા