ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉનો માહોલ જામી રહ્યો છે તેવે સમયે પીએમ મોદી અને અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તારીખ 28 ઓગસ્ટના રોજ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહેશે તેઓ બપોરે કલોલના પાનસર ગામની મુલાકાત લેનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જ્યારે PM મોદી પણ તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાતમાં છે. PM મોદી અમદાવાદ અને કચ્છની મુલાકાત લેશે. PM મોદી અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર જનસભાને સંબોધન કરશે. જ્યારે 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. ત્યારે ભુજમાં પણ PM મોદી જનસભાને સંબોધિત કરશે. PM મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનું પણ ઉદ્ઘાટન કરનાર છે.
આમ, આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ નેતાઓ ગુજરાતની ઉપરા ઉપરી મુલાકાતે આવી રહયા છે કારણકે બે મહિના બાદ આચાર સંહિતા અમલમાં આવી જતી હોવાથી ભાજપ વિકાસના કામોના લોકાર્પણ-ઉદ્ઘાટનમાં ઝડપ કરી છે અને જનતા વચ્ચે જઇ રહયા છે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવી રહયા છે અને દિલ્હી-પંજાબ મોડેલનો મુદ્દો લઈ પ્રચાર-પ્રસાર ચાલુ કર્યો છે તો બીજી તરફ પીએમ મોદી અને શાહની મુલાકાતો પણ વધી છે.