સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ઝટકા મશીન ચોરીના ગુન્હાના આરોપીને ચોરીનો મુદામાલ સાથે તેમજ હથિયાર સાથે ગણતરીની કલાકોમા પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસટીમ . પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૈાધરી સાહેબ નાઓએ જીલ્લામા બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી પકડવા તેમજ મુદામાલ રીકવર કરવા આપેલ સુચના તથા માર્ગદર્શન અનુસંધાને સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ તથા પોલીસ સ્ટાફનાઓએ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૪૪૧/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૭૯,૪૪૭ મુજબના ગુન્હાના કામના આરોપીને ગણતરીની કલાકોમા શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદામાલ જેમા ઝટકા મશીન તથા બેટરી કિં.રૂ.૧૮,૦૦૦ નો મુદામાલ રીકવર કરવામાં આવેલ તેમજ મજકુર આરોપીના કબ્જામાંથી દેશી હાથ બનાવટની જામગ્રી બંધુક મળી આવતા અલગથી ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે * પકડાયેલ મુદામાલ-(૧) ઝટકા મશીન તથા બેટરી કિં.રૂ.૧૮,૦૦૦ નો મુદામાલ (૨) દેશી હાથ બનાવટની જામગ્રી બંધુક કિં.રૂ.૫૦૦/-* પકડાયેલ આરોપી * વાસુરભાઇ નાઝાભાઇ સકાણી ઉ.વ.૨૪ ધંધો.ખેતીકામ રહે.સાવરકુંડલા હાથસણી રોડ માનવ મંદીરની પાછળ તા.સાવરકુંડલા જી.અમરેલી |આ કામગીરી વાય.પી.ગોહિલ પો.સબ.ઇન્સની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના ASI મનસુખભાઇ.કે.સોલંકી તથા ASI મનુભાઇ સુરીંગભાઇ તથા HC યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા PC જયપાલસિંહ લખુભા,પ્રભાતસિંહ માનસિંહ,પ્રકાશભાઇ શાન્તીભાઇ, વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.