આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓએ ભાજપ પર પોતાને ખરીદવાની ઓફર કરવાનો આરોપ લગાવ્યા પછી AAPએ આજે ગુરુવારે તેના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક ગુમાવ્યો છે.
AAP ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું, “ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે તમામ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જે ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી તેમનો સંપર્ક કરવામાં આવશે. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે. ભાજપ 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે,હમણાં સુધી સીએમ કેજરીવાલ સહિત 52 ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા છે, 10 ધારાસભ્યોની રાહ જોવાઈ રહી છે.
બુધવારે આમ આદમી પાર્ટી (AAP)એ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. AAP નેતા સંજય સિંહે ઓપરેશન લોટસ અંગે ખુલાસો કર્યો. તેમણે કહ્યું હતું કે અમારા ધારાસભ્યોને ભાજપે ઓફર કરી છે. ઓફર એ હતી કે AAP છોડવા પર 20 કરોડ રૂપિયા મળશે અને બીજાને સાથે લાવશો તો 25 કરોડ.
સંજય સિંહે કહ્યું હતું કે અમારા ધારાસભ્યો સંજીવ ઝા, સોમનાથ ભારતી, કુલદીપ કુમાર અને અન્ય એક ધારાસભ્યને ભાજપ છોડવાના બદલામાં 20 કરોડ આપવાની ઓફર કરી હતી.