મુસ્લિમો ના હિતની વાત કરતી AIMIM ઓવૈશી ની પાર્ટી એ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડવાનું જાહેર કરી દીધું છે, જેમાં ગુજરાતની 182 બેઠકોમાં થી 65 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

તેમજ અમદાવાદ ની 5 મુસ્લિમ બહુમતી વાળી બેઠકો પર થી પણ ચૂંટણી લડવાના છે તેવું AIMIM પાર્ટી ગુજરાત ના કાબલીવાલા એ જાહેરાત કરી છે.

AIMIM ની વાત કરીયે તો તેઓ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તરોમાં જ ઉમેદવારો ઉભા રાખવાનો હુંકાર ભરે છે, ગુજરાત વિધાનસભા ની અમદાવાદ ની પાંચ મુસ્લિમ સીટો પર AIMIM પોતાના ઉમેદવાર ઉભા રાખી મુસ્લિમ મુક્ત ગુજરાત વિધાનસભા ની ભાજપ ની મુરાદ પુરી કરશે તેવું લાગી રહ્યું છે, જયારે આપ પાર્ટી પણ આ વિસ્તારોમાં થી મુસ્લિમ ઉમેદવાર ઉભા રાખી મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે,

બીજી બાજુ ભાજપના કેટલાક નેતાઓની વાત સાંભળીયે તો ગુજરાત વિધાનસભા મુસ્લિમ ધારાસભ્ય મુક્ત કરી ગંગાજળથી શુદ્ધ કરવાની વાતો કરતા અચકાતા નથી, મુસ્લિમ મુક્ત વિધાનસભા નું ભાજપ નું સપનું AIMIM અને આપ પાર્ટી પૂરું કરવાની રાહ પર આગળ વધી રહ્યા છે.

જમાલપુર વિધાનસભા કે જ્યાં 65 ટકા મુસ્લિમ આબાદી છે ત્યાં 2012માં ભાજપના ભૂષણ ભટ્ટ એ 48058 મત થી જીત મેળવી હતી , જયારે કોંગ્રેસ ના સમીરખાન વજીરખાન ને 41727 અને અપક્ષ માં થી ઉભા રહેલા સાબીરભાઈ કાબલીવાલા એ 30513 મત મેળવી 72240 વોટ બંન્ને વચ્ચે વહેંચાતા જમાલપુર વિધાનસભા ની સીટ ભાજપ ને ગિફ્ટ માં આપી દીધી હતી, અહીં થી પણ સીખ ના લેતા રાજકારણ માં હુશાતુશી રાખી નુકસાન પહોંચાડવાનું કામ આ પહેલા પણ થતું આવ્યું છે.

AIMIM નું ગઢ અને હોમ ટાઉન કહેવાય તેવા તેલંગાણા હૈદરાબાદ માં 119 વિધાનસભા સીટમાં થી તેમની ફક્ત 7 સીટો છે, છતાં મુસ્લિમો ની હિતેચ્છી કહેવાતી પાર્ટી આ અગાઉ બિહારમાં પણ 100 જેટલી સીટો પર લડી RJD નો ખેલ પાડી દીધો હતો, તેમજ યુ પી માં પણ દેવબંદ, બરેલી જેવા મુસ્લિમ બહુલ લોકસભા ક્ષેત્ર માં વિપક્ષ ને ચોટ પહોચાડી હતી,

ગુજરાત માં અમદાવાદ ની જે 5 સીટ પર થી લડવાની જાહેરાત કરી છે તેમાં ફક્ત ગણતરી ની કહીં શકાય તેવી મુસ્લિમ સીટ પર AIMIM પોતાના ઉમેદવાર ઉભા રાખી સીધો ભાજપ ને ફાયદો પહોંચાડી શકે છે,

હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે, કોંગ્રેસ જૂથવાદ માં ઘેરાયેલી છે, તેમજ કોંગ્રેસ પાર્ટીના મોટા માથાઓ કોંગ્રેસ ની નિષ્ક્રિયતા ને લીધે પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેવામાં લોકો આપ પાર્ટી તરફ મીટ માંડી રહ્યા છે, પરંતુ આપ પાર્ટી ફક્ત મુસ્લિમ મતો નું વિભાજન કરવા ઉતરી રહી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

AIMIM ના સુપ્રીમો અસદુદ્દીન ઓવેશી ને મુસલમાનો સન્માન ની નજર થી જુવે છે, તેઓ મુસ્લિમો ના હક ની વાતો કરી અવાજ પણ ઉઠાવે છે છતાં આ સીટો મુસ્લિમો ગુમાવે તો AIMIM પાર્ટી મુસ્લિમો ની નઝર થી બિલકુલ બહાર થઇ જાય તો કહેવાય નહીં.

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.