આધાર કાર્ડમાં હવે ફેસ ઓથેન્ટિકેશન પણ થઇ શકશે
પહેલા બાયોમેટ્રિક અને આઈરીસ ડેટાથી થતું ફીઝીકલ ઓથેન્ટિકેશન
ઘણા સરકારી અને બીજા કામના ઓથેન્ટિકેશનમાં થશે મદદરૂપ
ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને આધાર નંબર જેવી વિગતો છે. આધાર કાર્ડ પર તમારો બાયોમેટ્રિક અને આઈરીસ ડેટા પણ ઉપલબ્ધ છે.આધાર કાર્ડ ધારકો હવે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તેમની ઓળખની પુષ્ટિ કરી શકે છે. આ માટે UIDAIએ એક એપ લોન્ચ કરી છે. તેને Aadhaar FaceRD નામ આપવામાં આવ્યું છે. યુઆઈડીએઆઈ દ્વારા આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી ઈન-હાઉસ વિકસાવવામાં આવી છે. Aadhaar FaceRD એપ્લિકેશન ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધાર ઓથેન્ટિકેશન માટે વ્યક્તિનો ચહેરો કેપ્ચર કરે છે.
ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ આધાર સાથે સંબંધિત વિવિધ એપ્લિકેશન્સ જેમ કે જન્મ દાખલો, રાશન વિતરણ, કોવિન-રસીકરણ એપ્લિકેશન, ખેડૂત કલ્યાણ યોજનાઓ માટે કરી શકાય છે. ફેસ ઓથેન્ટિકેશન ફીચર ઓટીપી વગર કામ કરે છે. યુઆઈડીએઆઈના જણાવ્યા અનુસાર આધાર ધારકોની ઓળખ, જેમાં તેમનો આધાર નંબર અને કોઈપણ જનસાંખ્યિક અથવા બાયોમેટ્રિક ડેટાનો સમાવેશ થાય છે, તેને ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને સેન્ટ્રલ આઇડેન્ટિટી ડેટા રિપોઝિટરીમાં સ્ટોર કરી શકાય છે.
આધાર ફેસ આરડી એપ્લિકેશન સાથે આધારને પ્રમાણિત કરવું એકદમ સરળ છે. આ માટે તમારે તમારા ફોનમાં એપ ઈન્સ્ટોલ કરવી પડશે. આ એપથી આધાર ઓથેન્ટિકેશન માટે એ જરૂરી છે કે બેકગ્રાઉન્ડ ક્લિયર હોય.
સ્ટેપ :-
1 ગૂગલ પ્લે સ્ટોર એપ્લિકેશન પર જાઓ અને Aadhaar FaceRD શોધો.
2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
3 હવે એપ્લિકેશન ખોલો.
4 ઓન-સ્ક્રીન ફેસ ઓથેન્ટિકેશન ગાઇડને અનુસરો અને ‘Proceed’ પર ક્લિક કરો.