ગરબાડા તાલુકાના એપીએમસીમાં અજાણ્યા તસ્કરોએ દુકાન ના પતરા તોડી અનાજ ની ચોરી કરી ફરાર.
ગરબાડા ગત તારીખ 24 મી ના રાત્રીના સમયે ગરબાડા એપીએમસીમાં અજાણ્યા ઈસમો દ્વારા અનાજના વેપારી ની પાછળના ભાગનું દુકાનનું પતરું તોડી દુકાન માં પ્રવેશ કર્યો હતો અને દુકાન માં પડેલ અનાજની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.જોકે દુકાન માં મુકેલ અનાજના થેલાઓની ગણતરી કરી ના હોવાથી કેટલો માલ ચોરાયો તે જાણી શકાયું નહોતું.દુકાનના પતરા તોડી અનાજની ચોરી થતાં વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઉલેખનીય ચેબકે ગરબાડા એપીએમસીમાં કેમેરા હોવા છત્તા પણ હાલ બંધ અવસ્થામાં છે તે પણ એક તપાસનો વિષય છે.