ગરબાડા તાલુકાના સાહડામાં ગાંગરડીથી દાહોદ તરફ જતી એસટી બસ ઉપર બાઈક ઉપર સવાર અજાણ્યા ત્રણ જેટલા ઈસમો દ્વારા એસટી બસના પાછળના ભાગે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થર મારાની ઘટનામાં એસટી બસનો પાછળનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે આ પથ્થર મારાની ઘટનામાં બસમાં મુસાફરી કરતા કોઈપણ મુસાફરને ઇજાઓ થઈ ન હતી.
બાઈક સવાર ઈસમો દ્વારા એસટી બસ ઉપર શા માટે પથ્થરમારો કરવામાં આવ્યો તે તપાસનો વિષય બન્યો છે. આ ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતાં ગરબાડા પોલીસ ઘટના પણ સ્થળે દોડી આવી હતી અને આગળના કાર્યવાહી હાથ ધરી છે.